/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/17152638/1-9-e1621245753196.jpg)
રાજ્યમાં કોરોના મહામારીમાં અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. જે દર્દીઓ હોમ કોરેન્ટાઇન થાય છે તેમની મુશ્કેલીઓ હળવી કરવા વાસણા વોર્ડની યુવા ભાજપની ટીમ દીવસ- રાત મહેનત કરી રહી છે. કોરોનાના દર્દીઓ માટે રોજના 650 કરતાં વધારે ટીફીન તૈયાર કરી તેમના સુધી પહોંચાડવામાં આવે છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ હોમ કોરેનટાઇન દર્દીઓ છે ત્યારે પશ્ચિમ અમદાવાદના વાસણા વોર્ડમાં યુવા ભાજપની ટિમ દ્વારા છેલ્લા 20 દિવસથી નિઃશુલ્ક ટિફિન સેવા કરી રહયા છે યુવા ભાજપ દ્વારા પ્રતિદિવસ 600 થી વધુ હોમ કોરેનટાઇન દર્દીઓના ઘરે આ ટિફિન સેવા આપવામાં આવી રહી છે.
એક પણ પૈસા લીધા વગર અહીંની ભાજપની યુવા ટીમે આ નિઃશુલ્ક ટિફિન સેવાની શરૂઆત કરી હતી જેમ જેમ દિવસો આગળ વધ્યા તેમ અહીંના ટિફિનની માંગ પણ વધતી ગઈ. કોરોના દર્દીઓ હોવાથી ડાયેટ પ્રમાણે અહીં જમવાનું બનાવવામાં આવે છે તો સાથે તેમની સાથે પરિવારના સભ્યોને પણ આ યુવા ટિમ તેમના ઘરે નિઃશુલ્ક ટિફિન આપે છે હવે પ્રતિ દિવસ 650 થી વધુ ટિફિન સવાર સાંજ હોમ ડિલિવર કરવામાં આવી રહયા છે.
આ ટિફિન સેવા પશ્ચિમ અમદાવાદના પાલડી અને વાસણા વિસ્તાર માટે ઉપલબ્ધ કરવામાં આવી છે જે લોકો ન્યૂ ટિફિન સેવાની જરૂર હોઈ તેમણે દર્દીનું આધાર કાર્ડ અને આરટીપીસીઆર રિપોર્ટ મોકલવાનો રહે છે ત્યારબાદ યુવા ટીમના સભ્ય તેમના ઘરે આ ટિફિન સવાર સાંજ પહોંચાડી આપે છે. દરેક સભ્યોને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે સવાર સાંજ અહીં જમવાનું પણ સભ્યોની દેખરેખ હેઠળ બનાવવામાં આવે છે તેમ યુવા મોરચાના અગ્રણી હેમરાજસિંહ પઢિયારે જણાવ્યું હતું.