અમદાવાદ : 50થી વધારે નાની- મોટી પાંજરાપોળોને સહાય, મુખ્યમંત્રીનું સરાહનીય કાર્ય

New Update
અમદાવાદ : 50થી વધારે નાની- મોટી પાંજરાપોળોને સહાય, મુખ્યમંત્રીનું સરાહનીય કાર્ય

મુખ્યમંત્રીવિજય રૂપાણીએ રાષ્ટ્રસંત ગુરૂદેવ પૂજ્ય નમ્રમૂનિ મહારાજ સાહેબના પ૦મા જન્મદિન ઉપલક્ષ્યમાં રાજ્યની નાની-નાની પ૦ પાંજરાપોળોને મેડીકલ વેટરનીટી, દવાઓ માટે પ્રત્યેકને રૂ. ૧ લાખના ચેક અર્પણ કર્યા હતા અને પાંજરાપોળોને સહાય અર્પણ કરી હતી.

આ પ્રસંગે સમસ્ત મહારાજનના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહ સહિત રાજ્યની વિવિધ પાંજરાપોળના ૯ જેટલા અગ્રણીઓ-પ્રતિનિધિઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમન્ત્રીએ પ્રતિકરૂપે વિરમગામ અને ભાણવડ પાંજરાપોળના સંચાલકોને રૂ. ૧-૧ લાખના ચેક અર્પણ કર્યા હતાં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્ય સરકારે જીવદયા અને અબોલ પશુઓની સારવાર-કલ્યાણના અનેક પ્રકલ્પો વેગવાન બનાવ્યા છે. ઘાયલ પશુઓની સારવાર માટે કરૂણા એમ્બ્યુલન્સ અને એનીમલ હેલ્પલાઇન કાર્યરત કરી છે.એટલું જ નહિ, રાજ્યના અંતરિયાળ વિસ્તારોના તાલુકા-ગામોમાં પશુઓને સ્થળ પર સારવાર સુશ્રુષા આપવા રપ૦ એમ્બ્યુલન્સ ફરતા પશુદવાખાના તરીકે શરૂ કરી છે. આ મોબાઇલ એનિમલ ડિસ્પેન્સરીનું સંચાલન પણ આપાતકાલ માનવ સેવામાં શ્રેષ્ઠ પૂરવાર થયેલ ૧૦૮ એમ્બ્યુલન્સના સંચાલક GVKને આપ્યું છે. તો કોરોના સંક્રમણના આ કપરાકાળમાં પશુધનને ઘાસચારો મળી રહે તે માટે પશુદીઠ રૂ. રપની સહાય સરકારે મંજૂર કરી છે અને ચૂકવી છે.

Latest Stories