/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/10124916/maxresdefault-107-18.jpg)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસના બેરોજગાર આંદોલન મુદ્દે તીખી ટિપ્પણી કરતાં કોંગ્રેસના રાજમાં સાત વર્ષ સુધી સરકારી ભરતી બંધ રાખવામા આવી હતી જ્યારે સરકારી તિજોરીઓ ખાલી હોવાના આક્ષેપો કર્યા હતા.
રાજયમાં સરકારી ભરતીના મુદ્દે બેરોજગારો આંદોલન કરી રહ્યા છે. મુખ્ય વિપક્ષ પાર્ટી કોંગ્રેસ પણ રાજ્ય સરકારને આ મુદ્દે ઘેરી રહી છે. આગામી સમયમાં વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને બંને પક્ષો આમને સામને છે. ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહયા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુદ મેદાનમાં આવ્યા છે. સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.તેમણે આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ ખોટા આરોપ કરી રહી છે અમારી સરકારનો વહીવટ પારદર્શક છે.
મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસની સતા હતી ત્યારે રાજ્યમાં 7 વર્ષ સરકારી ભરતીઓ બંધ રખાઇ હતી કોંગ્રેસ ક્યાં મોઢે વાત કરે છે, કોંગ્રેસના સમયમાં વિકાસના કામો કરવા રૂપિયા પણ ન હતા, તિજોરીઓ ખાલી હતી. ભાજપની સરકાર વિકાસના કામો કરી રહી છે અને અમે ખાતા નથી અને ખાવા દેતા પણ નથી. આમ રાજ્યના સીએમ ખુદ કોંગ્રેસ સામે મેદાનમાં આવતા રાજકારણ વધુ ગરમાયું છે.