અમદાવાદ : એકવેટિક - રોબોટીક ગેલેરીની મુલાકાત લેતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી

New Update
અમદાવાદ : એકવેટિક - રોબોટીક ગેલેરીની મુલાકાત લેતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી

અમદાવાદ સાયન્સ સીટીમાં નિર્માણ પામેલી એકવેટીક- રોબોટિક ગેલેરીની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુલાકાત લીધી હતી.

અમદાવાદ સાયન્સ સીટીમાં 250 કરોડના ખર્ચે નિર્માણ પામનારી એક્વેટિક ગેલેરી મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. મુખ્યમંત્રી રૂપાણીએ સાયન્સ સિટી ખાતે નિર્માણાધિન એક્વેટિક ગેલેરીમાં અંડરવોટર વોક-વે ટનલની મુલાકાત લીધી હતી. આ એક્વેટિક ગેલેરી રાજ્યના બાળકો અને યુવાનોની જિજ્ઞાસાને વધુ પ્રબળ બનાવશે તેવી આશા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

આ એક્વેટિક ગેલેરીમાં દુનિયાના વિવિધ મહાસાગરો, ઝોનમાંથી વિશિષ્ટ પ્રકારની માછલીઓ અને વિવિધ પ્રજાતિની માછલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગેલેરીનું ટુંક સમયમાં વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના સચિવ હરિત શુક્લાએ સાયન્સ સિટીમાં તૈયાર થઇ રહેલ અને પ્રગતિમાં રહેલ મ્યુઝિકલ ફાઉન્ટેન, નવા થિયેટર, પ્લેનેટ અર્થ વિભાગ, એનર્જી પાર્ક, લાઈફ સાયન્સ વિભાગ અંગેની જાણકારી મુખ્યમંત્રીને આપી હતી.