અમદાવાદ: રાજયમાં કોરોનાના કેસમાં ક્યારે થશે ઘટાડો? જુઓ સી.એમ.વિજય રૂપાણીએ શું કહ્યું

અમદાવાદ: રાજયમાં કોરોનાના કેસમાં ક્યારે થશે ઘટાડો? જુઓ સી.એમ.વિજય રૂપાણીએ શું કહ્યું
New Update

રાજયમાં કોરોનના વધી રહેલ સંક્રમણના વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું મહત્વનુ નિવેદન સામે આવ્યું છે. સી.એમ.એ જણાવ્યુ હતું કે ગુજરાતમાં હજુ એક અઠવાડિયા સુધી કોરોનાના કેસમાં વધારો થશે, બાદમાં ઘટાડો થાય તેવી ધારણાં છે.

રાજ્યમાં કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ અને સુરતમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપતાં પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતમાં હજુ એક અઠવાડિયા સુધી કોરોનાના કેસમાં વધારો થશે, બાદમાં ઘટાડો થાય તેવી ધારણાં છે. વિધાનસભા અને સીએમ કાર્યાલયમાં અધિકારીઓ અને ધારાસભ્યો કોરોના પોઝિટીવ આવ્યાં છે. ત્યારે વિધાનસભાનું સત્ર ટૂંકાવાશે કે નહીં તે અંગે રૂપાણીએ કહ્યું હતું કે વિધાનસભાનું સત્ર ટૂંકાવાશે નહીં, 8 જેટલા વિધેયક પસાર કરીને નિયત કરેલા સમયે સત્ર પૂર્ણ થશે. રૂપાણીએ જણાવ્યું છે કે સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા જતા વ્યાપ સામે રાજ્ય સરકાર સંપૂર્ણ સજાગતા સાથે ત્રણ ‘T’ ની સ્ટ્રેટેજી અપનાવી આગળ વધી રહી છે. આ સંદર્ભમાં કહ્યું કે, કોરોના સંક્રમણને અટકાવવા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ એમ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખી સરકારે રણનીતિ ઘડી છે.રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને વયજૂથના બાધ વિના એટલે કે કોઇ પણ એઇજ ગૃપના હોય તેમને ફ્રંન્ટ લાઇન કોરોના વોરિયર્સ ગણીને એમનું રસીકરણ કરવામાં આવશે.

#Connect Gujarat #Corona Virus #Amdavad #Covdi19
Here are a few more articles:
Read the Next Article