અમદાવાદ: એસ.ટી.ડેપો કેમ બની શકે છે કોરોનાનું સુપર સ્પ્રેડર, જુઓ વિડીયો

New Update
અમદાવાદ: એસ.ટી.ડેપો કેમ બની શકે છે કોરોનાનું સુપર સ્પ્રેડર, જુઓ વિડીયો

અમદાવાદમાં કોરોના બેકાબુ છે શહેરમાં છેલ્લા 5 દિવસથી પ્રતિ  દિવસ 450 થી વધૂ  કેસ આવી રહયા છે ત્યારે શહેરમાં વધુ સંક્ર્મણ ના ફેલાઈ તે માટે સ્થાનિક તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે પણ અમદાવાદ એસટી ડેપો રેઢિયાળ છે અહીં દરરોજ બહારથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે પણ બસ સ્ટેન્ડની અંદર કે બહાર ટેસ્ટિંગની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી

આ છે અમદાવાદનું એસી બસ ડેપો અહીંથી દરરોજ રાજ્યના અલગ અલગ શહેરો અને રાજ્ય બહાર મોટી સંખ્યામાં પ્રવાસીઓ બસમાં સફર કરે છે અત્યારે કોરોના સતત વધી રહ્યો છે પણ અહીં ટેસ્ટિંગ માટે કોઈ વ્યવસ્થા નથી મહારાષ્ટ્ર થી આવતા યાત્રિકોનો ટેસ્ટ બોર્ડર પર થાય છે પણ બીજા શહેરો અને બહારના રાજ્યોમાંથી પ્રવાસીઓ અહીં આવે છે તેમને  કોરોના લક્ષણ છે કે નહિ તે તપાસ  કરવાની કોઈ વ્યવસ્થા નથી અને આરામથી આ બસ ડેપો પરથી લોકો અમદાવાદમાં પ્રવેશી રહયા છે હોળીનો તહેવાર હોઈ ભીડ પણ દેખાઈ રહી છે પરિવાર સાથે લોકો પોતાના વતન જવા એસટી ડેપો પોહચી રહયા છે. બસ ડેપો માં એન્ટ્રી લેતી વખતે ટેમ્પરેચર માપવામાં આવે છે અને માસ્ક ના પહેર્યું હોઈ તો માસ્ક પહેરવાનું કહેવામાં આવે છે.  બસ ડેપોની અંદર પણ શોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડે છે અહીં સ્ટેશનના કર્મચારીઓ માઈકમાં એનાઉન્સ કરી લોકોને સમજવાનો પ્રયત્ન કરે છે તો બીજીબાજુ પ્રવાસીઓ પણ રોકટોક વગર આવન જાવન કરી રહયા છે આમ એક વર્ષ પહેલાની સ્થિતિ સામે અત્યારે અમદાવાદ એસટી ડેપો પણ ભગવાન ભરોસે છે કોઈ રોકવા માટે નહિ કોઈ ટેસ્ટિંગ નહિ કે કોઈ શોશ્યલ ડિસ્ટન્સ નહિ. આમ અમદાવાદમાં કોરોના બેકાબુ બનવા પાછળ એએમસી જવાબદાર છે કે નહિ તે કેહવું અતિશ્યોકતિ નથી પણ આવનાર દિવસો અમદાવાદવાસીઓ માટે મુશ્કેલભર્યા હશે એવું લાગી રહ્યું છે

Latest Stories