સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, વકીલાતની સનદ પેટે રૂપિયા 750ની રકમ જ વસૂલી શકાશે
સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદા મારફતે ઠરાવ્યું હતું કે કાયદા શાખાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વકીલાતની સનદ મેળવવા માટેની એનરોલમેન્ટ ફી જનરલ કેટેગરીના વકીલો માટે રૂપિયા 750 અને એસસી-એસટી કેટેગરીના વકીલો માટે રૂપિયા 125 થી વધુ ન હોઈ શકે.