સિદી સૈયદની જાળી પાસેથી એક્ટિવા પર માસ્ક પહેર્યા વગર નીકળેલા બે યુવકોને પોલીસે રોકતા ચાલકે એક પોલીસકર્મી પર વાહન ચડાવી ભાગી ગયા હતા. જેમાં પોલીસ કર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. કારંજ પોલીસે સીસીટીવીના આધારે એકટીવા ચાલક સહીત બે લોકોની ધરપકડ કરી છે.
પોલીસ ગિરફતમાં રહેલ બે આરોપી માસ્ક પહેર્યા વગર એક્ટિવા પર લટાર મારવા નીકળ્યા હતાં. પોલીસની ચેક પોસ્ટ જોઈને ભાગવા જતા સમયે પોલીસકર્મીએ રોકવા જતા વાહન ચાલકે પોલીસકર્મી પર એક્ટિવા ચઢાઇ ફરાર થઈ ગયા હતાં. સમગ્ર ધટના સીસીટીવી કેદ થઈ હતી. આરોપી મોહંમદ શાદ મકસુદ શેખ અને સોહેલ અબ્દુલ રસીદ ખલીફા ઇરાદાપૂર્વક પોતાની એક્ટિવા પુરઝડપે ચલાવી ફરજ પરના પોલીસ કર્મી પર વાહન ચડાવી દીધું હતુ.
કારંજ પોલીસે 50થી વધુ સીસીટીવી ચેક કરી એક્ટિવા ચાલકની દરિયાપુરથી ધરપકડ કરી છે. પોલીસ કર્મી બીપીન પુજાભાઈ અને જીતેન્દ્ર આત્મરામ દુર ઉભા હોવાથી તેમણે ભાગી રહેલા બન્નેને રોકવા પ્રયાસ કર્યો તેમ છતા તેઓ પોલીસ કર્મી બિપિનભાઈ પર એક્ટિવા ચડાવી ભાંગી છુટયા હતાં. પોલીસ કર્મી પર એક્ટિવા ચડાવી દેતા પોલીસ કર્મી બિપિનકુમારનેગંભીર ઈજાઓ થઈ હતી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા હાલ ઘરે સારવાર લઇ રહ્યાં છે. પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.