રાજયના 36 શહેરોમાં નાઇટ કરફયુ ચાલી રહયો હોવા છતાં કેટલાક નબીરાઓ રાત્રિના સમયે બિન્દાસ્ત રખડી રહયાં છે. આવામાં અમદાવાદમાં કેટલાક યુવાનો પોલીસ બેરીકેડની સામે જ ડાન્સ કરતાં હોવાનો વિડીયો વાયરલ થયો છે.
અમે તમને જે વિડીયો બતાવી રહયાં છો તે હાલ સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. વિડીયોમાં તમે જોઇ શકો છો કે, રાત્રિ દરમિયાન બેરિકેડ આગળ પાંચ યુવકો ગાડી ઊભી રાખી માસ્ક વગર ડાન્સ કરી રહયાં છે. અમદાવાદમાં GJ27 પાસિંગની ગાડીમાં બે યુવકો ઊભા રહી અને બીજા ત્રણ યુવકો ગાડીની બહાર બેરિકેડ સામે ડાન્સ કરે છે.
વાઇરલ વીડિયો અમદાવાદ શહેરનો હોવાની શક્યતા જણાઈ રહી છે. રાત્રિ કર્ફ્યૂ દરમિયાન નબીરાઓ બિનધાસ્ત બની પંજાબી ગીત પર ડાન્સ કરી રહ્યા છે. આ રીતે રાતે બિનધાસ્ત ડાન્સ કરતો વીડિયો બનાવવામાં આવે છે, ત્યારે શહેર પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. બીજી તરફ પોલીસ સૂત્રો મુજબ વાઇરલ થયેલો વીડિયો દોઢ વર્ષ જૂનો છે અને ખેડા જિલ્લાના એક રિસોર્ટનો હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ મામલે વેરીફાઈ કરવામાં આવી રહ્યું છે.