અમદાવાદમાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો 60 પર પહોંચ્યો

New Update
અમદાવાદમાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો 60 પર પહોંચ્યો

અમદાવાદમાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા છે. શહેરમાં 3 મહિલાઓ અને 5 પુરુષો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. થલતેજ, જોધપુર, નવરંગપુરા, બોડકદેવ, વટવા, સરદારનગર અને ખાડીયા વિસ્તારના રહીશો સંક્રમિત થયા છે. દ્વારકા, કેરળ, રાજકોટ અને બેંગ્લોરથી પરત ફર્યા હતા. હાલ શહેરમાં એક્ટિવ કેસનો આંકડો 60 છે, જેમાંથી બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

માર્ચ 2020થી કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી લઈ અત્યાર સુધીમાં અમદાવાદમાં કોરોનાના કુલ 395940 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત થવાના કારણે કુલ 3590 લોકોના મોત થયા છે.અમદાવાદ મ્યુનિ.ના તમામ અર્બન,કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપરાંત મ્યુનિ.સંચાલિત હોસ્પિટલ ખાતે કોરોના સંદર્ભમાં રેપીડ એન્ટિજન અને આર.ટી.પી.સી.આર.ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બંને ટેસ્ટ મળીને રોજ 500 જેટલા ટેસ્ટ કરવામાં આવે છે.

Latest Stories