/connect-gujarat/media/media_files/2025/04/15/XrGzhOG4kEySskW09AsJ.jpeg)
સમાજમાંથી કુરિવાજોને ત્યજીને સંગઠિત થવા અને શિક્ષણ પર ભાર મુકતા, જય જય શુકલા
અમદાવાદના ઘોડાસર ખાતે સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ઉત્તર ભારતીય બ્રહ્મ સમાજ દ્વારા સ્નેહમિલન સમારોહનું તારીખ 13મી એપ્રિલ રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉત્તર ભારતીય બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ સ્નેહમિલન સમારોહ મૂળ ઉત્તર પ્રદેશના પરંતુ અંક્લેશ્વરને પોતાની કર્મભૂમિ બનાવીને સામાજિક ક્ષેત્રે સેવાકાર્યની સુવાસ પ્રસરાવનાર માઁ વિંધ્યાવાસીની ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ રાજનાથ ( જય જય શુકલા )ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના અધ્યક્ષ પ.પૂ.સ્વામી દિલીપ દાસજી મહારાજ, ભારત સરકારના પૂર્વ રક્ષામંત્રી હરિન પાઠક સહિત બ્રહ્મ સમાજના શ્રેષ્ઠીઓ,અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય અતિથિ રાજનાથ (જય જય) શુકલાએ ઉપસ્થિતિતોને સંબોધન કર્યું હતું,અને જણાવ્યું હતું કે ભ્રમ સમાજમાંથી કુરિવાજોને ત્યજીને સમાજને સંગઠિત થવા અને શિક્ષણ પર ભાર મૂક્યો હતો.આ ઉપરાંત માત્ર ઉત્તર ભારતીય બ્રહ્મ સમાજ નહીં પરંતુ સર્વ સમાજ અને જ્ઞાતિને એક જૂથ થવા માટે તેઓએ આહવાન કર્યું હતું.