અમદાવાદ:175 વખત રક્તદાન કરનાર સિવિલમાં ફરજ બજાવતા તબીબનું વિશેષ સન્માન

અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલ તેમજ કેન્સર વિભાગમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના દર્દીઓ સારવાર લેવા માટે આવે છે

New Update

અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર વિભાગમાં બ્લડ ડોનેશનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 18 વર્ષની વયથી રક્તદાન કરતાં તબીબનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલ તેમજ કેન્સર વિભાગમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના દર્દીઓ સારવાર લેવા માટે આવે છેત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર વિભાગમાં બ્લડ ડોનેશનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા પ્લાસ્ટિક અને કોસ્મેટીક સર્જન હેમંત સરૈયાએ 175મી વખત રક્તદાન કર્યું હતું. 18 વર્ષથી નાની ઉંમર હતી ત્યારથી હેમંત સરૈયા રક્તદાન કરતાં આવ્યા છે

અને માત્ર તે પોતે જ નહીં પરંતુ તેમના પરિવારજનો પણ છેલ્લા કેટલાક વર્ષોથી રક્તદાન કરે છે. તેમના પરિવારમાં ઘણા લોકો છેજેમણે 100થી પણ વધુ વખત રક્તદાન કર્યું છે. એબી પોઝિટિવ બ્લડ ગ્રુપ હોવાથી તેમનું બ્લડ ગ્રુપ ખૂબ રેર છેઅને ઘણા લોકોને નવજીવન આપવા માટે તે સફળ રહ્યા છે. તબીબ હેમંત સરૈયાએ જણાવ્યુ હતું કેઆજની યુવાપેઢીએ રક્તનું મૂલ્ય સમજી અચૂક રક્તદાન કરવું જોઈએ.

Latest Stories
    Read the Next Article

    અમદાવાદ : દસ્ક્રોઈના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂતે ફાલસાની સફળ ખેતી કરી બતાવી, અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા...

    અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂતે સફળતા પુર્વક ફાલસાની ખેતી કરી બતાવી છે. તો આવો જાણીએ તેમની "પલ્પથી પ્રગતિ"ની સફર વિશે...

    New Update
    • દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂતની સિદ્ધિ

    • ખેડૂત અમિત શાહે સફળતાપૂર્વક ફાલસાની ખેતી કરી બતાવી

    • ખેડૂતે સરકારી સહાયની મદદથી ખરીદ્યું હતું પલ્પ મશીન

    • ખેડૂતે પલ્પ મશીનની મદદથી રૂ. 12 લાખની આવક મેળવી

    • ખેતીમાં મૂલ્ય વૃદ્ધિથી આવક વૃદ્ધિ શક્ય : પ્રગતિશીલ ખેડૂત

    અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂતે સફળતા પુર્વક ફાલસાની ખેતી કરી બતાવી છે. તો આવો જાણીએ તેમની "પલ્પથી પ્રગતિ"ની સફર વિશે...

    અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂત અમિત શાહે ફાલસાની ખેતી કરી નવી કેડી કંડારી છે. અમિત શાહના પિતાએ 10 વર્ષ પહેલા ફાલસાની ખેતી શરૂ કરી હતી. આજ ખેતીને અમિત શાહે COVID-19 દરમિયાન ફાલસાના પલ્પને એક કુદરતી હેલ્થ બૂસ્ટર તરીકે અપનાવ્યું હતું. આમતેઓની "પલ્પથી પ્રગતિ"ની સફરનો પ્રારંભ થયો હતો. ખેડૂતે સરકારી સહાયની મદદથી એક પલ્પ મશીન ખરીદ્યું હતું. જેની મદદથી તેઓ સીઝનમાં 12થી 13 લાખ રૂપિયાની આવક અને 8thi 10 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કમાઈ રહ્યા છે. ગુજરાત સરકાર કૃષિમાં મૂલ્યવર્ધનને પ્રોત્સાહન આપી રહી છે. ખેડૂત અમિત શાહની આ સફળતા એ સાબિત કરે છે કેખેતીમાં મૂલ્ય વૃદ્ધિથી આવક વૃદ્ધિ શક્ય બને છે.

     

    Latest Stories