અમદાવાદ: દરીયાપુર વિસ્તારમાં મટકીફોડ કાર્યક્રમમાં દીવાલ નીચે દબાય જતા યુવાનનું મોત

હનુમાન વાળી પોળમાં જન્માષ્ટમીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. દીવાલ નીચે દબાય જતા યુવાનનું મોત

New Update
અમદાવાદ: દરીયાપુર વિસ્તારમાં મટકીફોડ કાર્યક્રમમાં દીવાલ નીચે દબાય જતા યુવાનનું મોત

અમદાવાદનાં દરિયાપૂર વિસ્તારમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાયેલ મટકી ફોડ કાર્યક્રમ દરમ્યાન યુવાનનું દીવાલના કાટમાળ નીચે દબાઈ જતાં કરૂણ મોત નીપજયું હતું અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી હનુમાન વાળી પોળમાં ગઈકાલે જન્માષ્ટમીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. આ વિસ્તારમાં રહેતો 15 વર્ષનો દેવ પઢીયાર જન્માષ્ટમીમાં યોજાયેલી મટકી ફોડમાં મટકી ફોડવાનો હતો. ચબૂતરા સાથે બાંધેલી દોરી પર મટકી મૂકવામાં આવી હતી.

દેવ પઢીયાર મટકી ફોડવા માટે પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે ચબૂતરા સાથે બાંધેલો તાર અચાનક તૂટી ગયો અને નજીકની દિવાલ ઘસી પડી હતી. જેમાં દેવ દિવાલ નીચે દબાઈ ગયો હતો તેને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.બનાવ અંગેની જાણ થતાની સાથે જ દરીયાપૂર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે