અમદાવાદ: ધોલેરામાં નિર્માણ પામી રહેલ એક્સપ્રેક્ષ હાઇવેના કામમાં ભષ્ટાચારના આક્ષેપ

ધોલેરા એક્સપ્રેસ હાઇવેના કામમાં ભષ્ટાચારના આક્ષેપ હલકી ગુણવત્તા વાળી માટી વપરાતી હોવાના આક્ષેપ

New Update
અમદાવાદ: ધોલેરામાં નિર્માણ પામી રહેલ એક્સપ્રેક્ષ હાઇવેના કામમાં ભષ્ટાચારના આક્ષેપ

ધોલેરા ખાતે બની રહેલા એક્સપ્રેક્ષ હાઇવેના કામમાં મસમોટા ભષ્ટાચારના આક્ષેપો સાથે ભાજપ અને ધોલેરા ભાલ વિકાસ મંચ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ધોલેરા ખાતે આંબળીથી બાવલિયારી સુધી 38 કિમીના બની રહેલા છ માર્ગીય રસ્તાના નિર્માણમાં હલકી ગુણવત્તા વાળી માટી પાથરીને રોડની ગુણવત્તા સાથે ચેડાં કરી નબળું કામ કરાતું હોવાના આક્ષેપ સાથે ભાલ વિકાસ મંચ ધોલેરાના પ્રમુખ નિર્મલસિંહ ચુડાસમા, ધોલેરા તાલુકા પંચાયત પ્રમુખ શુભાષભાઈ ગોહેલ, તાલુકા ભાજપ પ્રમુખ સાગરભાઈ સોલંકી તથા પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ છોટુભાઈ રાંઘાણીએ સાઇટ પર જઈને ગેરકાયદેસર રીતે ખનન કરાતી માટીનું ખોદાણ અટકાવતા સ્થળ પરના કર્મચારીઓ દ્વારા અભદ્ર વર્તન કરાતા આગેવાનો દ્વારા 8 હીટાચી અને ડમ્પર ગાડીઓની ચાવીઓ લઈને લેખીત અરજી આપી ધોલેરા પોલીસને સુપરત કરીને ગાડીઓ નિયમ અનુસાર ચાલે છે તે મુદ્દે તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી.ખનનને લઈ આગેવાનોએ સર ઓથોરિટી,ખાણ ખનીજ વિભાગ સહિતના વિભાગોમાં રજુઆત કરીને આ નબળા કામને અટકાવવા તથા ગેરકાયદેરસર માટી ખનન સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી જો કોઈ કાર્યવાહી નહિ થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આગેવાનોએ ઉચ્ચારી છે

Latest Stories