અમદાવાદ : AMCનું મજબૂત એન્જિનિયરિંગ પ્લાનિંગથી શહેર બનશે ભુવામુક્ત, 691 વેન્ટિલેશન કોલમથી રસ્તાઓ રહેશે સુરક્ષિત

અમદાવાદ શહેરની દાયકાઓ જૂની ડ્રેનેજ લાઈનોમાં એકત્ર થતા હાનિકારક વાયુઓના નિકાલ માટે સાત ઝોનમાં 691 વૈજ્ઞાનિક 'વેન્ટિલેશન કોલમ' ઊભા કરવામાં આવશે.

New Update
  • ભુવા પડવાની સમસ્યાનો આવશે કાયમી ઉકેલ

  • પાઈપલાઈનમાંથી ઝેરી ગેસ દૂર કરશે

  • AMC 691 સાયન્ટિફિક વેન્ટિલેશન કોલમ બનાવશે

  • AMCએ મિશન રોડ સેફ્ટીની કરી શરૂઆત

  • ડ્રેનેજ લાઈનના ગેસને આકાશમાં છોડશે 

અમદાવાદના રસ્તાઓને ભુવામુક્ત કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મજબૂત એન્જિનિયરિંગ આયોજન કરવામાં આવ્યું છે. શહેરની દાયકાઓ જૂની ડ્રેનેજ લાઈનોમાં એકત્ર થતા હાનિકારક વાયુઓના નિકાલ માટે સાત ઝોનમાં 691 વૈજ્ઞાનિક 'વેન્ટિલેશન કોલમઊભા કરવામાં આવશે.

અમદાવાદમાં જમીન નીચે પથરાયેલું ડ્રેનેજ નેટવર્ક દાયકાઓ જૂનું હોવાથી તેમાં ઝેરી ગેસ જમા થવાની સમસ્યા વકરી હતી. આ ગેસના દબાણ અને રાસાયણિક પ્રતિક્રિયાને કારણે સીવેજ લાઈનો ક્ષતિગ્રસ્ત થતી હતીજેના પરિણામે રસ્તાઓ પર મોટા ભુવા પડવાની ઘટનાઓ વારંવાર બનતી હતી. આ જોખમ ટાળવા માટે કોર્પોરેશન હવે રસ્તાની સપાટીથી ખાસ્સી ઊંચાઈએ ગેસ રિલીઝ થાય તેવા વિશેષ વેન્ટિલેશન કોલમ તૈયાર કરી રહ્યું છે.

આ પ્રોજેક્ટ હેઠળ શહેરના તમામ ઝોનમાં કામગીરી પ્રગતિમાં છેજે પૈકી 446 જેટલા કોલમ કાર્યરત થઈ ચૂક્યા છે. આ કોલમ પાઈપની અંદર ઉદ્ભવતા વાયુઓને ઊંચાઈ પર છોડીને લાઈનનું આયુષ્ય વધારે છે અને ગેસના કારણે પાઈપ ડેમેજ થવાની પ્રક્રિયાને અટકાવે છે. આ પદ્ધતિથી ડ્રેનેજ સિસ્ટમની જાળવણી વધુ સરળ અને જોખમમુક્ત બની છે.

ટેકનોલોજીના આ વિશિષ્ટ પ્રયોગથી શહેરના આંતરમાળખાને નવી મજબૂતી મળી છે. સીવેજ નેટવર્કની ક્ષમતા સુધરતા રસ્તાઓ પરના ભૂવાનું જોખમ ઘટ્યું છે અને નાગરિકોની સુરક્ષામાં વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આ અભિગમ આધુનિક એન્જિનિયરિંગ અને શહેરી સુવિધા વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

Latest Stories