Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કોંગ્રેસ OBC સેલના રાષ્ટ્રીય અધ્યક્ષ કૅપ્ટ્ન અજયસિંઘ યાદવના કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર...

કોંગ્રેસના OBC સેલના રાષ્ટ્રીય અધ્યક્ષ કૅપ્ટ્ન અજયસિંઘ યાદવ અમદાવાદની મુલાકાતે આવી પહોચ્યા હતા

X

કોંગ્રેસના OBC સેલના રાષ્ટ્રીય અધ્યક્ષ કૅપ્ટ્ન અજયસિંઘ યાદવ અમદાવાદની મુલાકાતે આવી પહોચ્યા હતા, ત્યારે અમદાવાદ શહેરના એલિસ બ્રિજ નજીકની એક હોટલ ખાતે પત્રકાર પરિષદ યોજી કૅપ્ટ્ન અજયસિંઘ યાદવે કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતાં જણાવ્યુ હતું કે, પછાત વર્ગનું આરક્ષણ હટાવવાનું કામ આ સરકાર કરે છે. મંડળ કમિશન જે 1991માં લાગુ થયું હતું, જે કોંગ્રેસના રાજમાં બન્યું હતું. ક્લાસ 3 અને 4ના કર્મચારીઓના સંતાનોને નોકરીમાં આરક્ષણ નથી મળતું. જાતિ ગણના વર્ષ 2011માં પબ્લિશ થઈ હતી,

જેને લઈને અમે પણ રજૂઆત કરી હતી. વર્ષ 2019માં ફરીથી જાતિ ગણના થવાની હતી, જેનાથી ખબર પડે કે, કઈ જાતિના લોકો કેટલી માત્રામાં છે. પરંતુ આ સરકાર જાતિ ગણના નથી કરતી. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પંચાયતી રાજમાં OBC આરક્ષણ પૂરું કરી નાખ્યું છે. જોકે, શૈક્ષણિક અને આર્થિક સહાય કોને જરૂર છે, તેનો ડેટા હાઇકોર્ટે માંગ્યો છે. પરંતુ જાતિ ગણના થવી ખૂબ જ જરૂરી છે. આ સાથે જ સરકાર તમામ ક્ષેત્રમાં ખાનગીકરણ કરી રહી છે. સરકાર તેમના 2 મિત્રને ફાયદો કરાવવા માટે આ કામ કરી રહી હોવાનો પણ કૅપ્ટ્ન અજયસિંઘ યાદવે આક્ષેપ કર્યો હતો.

Next Story