Connect Gujarat

અમદાવાદ: કાંકરિયા ઝૂમાં એક સપ્તાહ સુધી બાળકોને મળશે વિનામૂલ્યે પ્રવેશ

X

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા ઝૂમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત આજથી એક અઠવાડિયા સુધી 12 વર્ષ સુધીના બાળકોને મફત પ્રવેશ મળશે.જેમાં સવારે 9 થી 12 વાગ્યા સુધી મફત પ્રવેશ આપવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં રિક્રિએશન કમિટી દ્વારા 1 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર સુધી કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 12 વર્ષ સુધીના બાળકોને સવારે 8 થી બપોરના 12 વાગ્યા સુધી ફ્રીમાં પ્રવેશ આપવામાં આવશે.જે પણ મુલાકાતી આવે કે પછી શૈક્ષણિક સંસ્થામાંથી આવતા બાળકોને વન્યજીવો પ્રત્યે જાણકારી મળી રહે તે માટે ટચ ટેબલ શો તથા ઝુ વિશેની માહિતી ઉપરાંત ફ્રેંડ્સ ઓફ ઝુ યોજનાની પણ જાણકારી આપવામાં આવશે.સાથે સાથે દર સોમવારે મુલાકાતીઓ માટે ઝુ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Next Story
Share it