/connect-gujarat/media/post_banners/ec27c951a00b07d85f8fa5890aa23002f9cfc901c48c5f308328d9903addd79f.jpg)
ભુપેન્દ્ર પટેલના હસ્તે "વિશ્વાસથી વિકાસ યાત્રા" કાર્યક્રમનો શુભારંભ
3,338 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરાયું
54 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત 31 શાળાઓનું પણ લોકાર્પણ કરાયું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાયન્સ સીટી ખાતેથી "વિશ્વાસથી વિકાસ યાત્રા" કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો સીએમ ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની 20 વર્ષની વિકાસ યાત્રાનો મૂળ આધાર પ્રજાએ નરેન્દ્રભાઈ મોદીમાં મૂકેલો વિશ્વાસ છે. સમગ્ર દેશમાં આજે વિકાસ એટલે ગુજરાત અને ગુજરાત એટલે વિકાસ એવી ઓળખ પ્રસ્થાપિત થઈ ચૂકી છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
વિશ્વાસથી વિકાસ યાત્રાના બીજા તબક્કાના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે રુપિયા 3,338 કરોડના 16 હજારથી વધુ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મંત્રીઓ પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રૂપિયા 54 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત 31 શાળાઓનું પણ લોકાર્પણ કર્યું હતું.