Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સામાન્ય પરિવારનો ચહેરો બન્યો કોંગ્રેસનો ઉમેદવાર, જાણો અસારવા બેઠક પરથી કોણ છે મેદાને..!

અમદાવાદની તમામ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બન્ને પાર્ટી અનેક નવા ચહેરાઓને ટિકિટ આપી છે

X

અમદાવાદની તમામ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બન્ને પાર્ટી અનેક નવા ચહેરાઓને ટિકિટ આપી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા અનેક યુવાનોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેમાં એક ચહેરો છે વિપુલ પરમાર. કોંગ્રેસે અસારવા બેઠક પર સામાન્ય પરિવારમાંથી આવતા વિપુલ પરમારને ટિકિટ આપી છે.

અમદાવાદની અસારવા બેઠક પર ભાજપના ગઢને તોડવા કોંગ્રેસના ઉમેદવાર વિપુલ પરમાર તનતોડ મહેનત કરી રહ્યા છે. મર્યાદિત કાર્યકરો સાથે પણ વિપુલ પરમાર તમામ વિસ્તારમાં લોકસંપર્ક કરી રહ્યા છે. વિપુલ પરમારને રાજનીતિ વારસામાં મળી છે. તેમના દાદા કોંગ્રેસના સાંસદ સભ્ય પણ રહી ચૂક્યા છે. વર્ષ 2000ની સાલથી વિપુલ NSUI સાથે જોડાઈ રાજનીતિમાં પગ મૂક્યો હતો. ત્યારબાદ યુથ કોંગ્રેસ સહિત અનેક મોરચામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમની કામગીરીથી પ્રેરાઈ કોંગ્રેસે 2012 તેમને કોર્પોરેટરની ટિકિટ આપી, અને વિપુલ પરમાર જીત્યા પણ હતા. જોકે, હવે 2022માં કોંગ્રેસે તેમેને અસારવા વિધાનસભાની ટિકિટ આપી છે. વિપુલ પોતાની જીત માટે આશાવાદી છે, અને સ્થાનિક સ્તરે કોંગ્રેસ સંગઠન નબળું છે તેથી મર્યાદિત કાર્યકરો સાથે વિપુલ પરમાર પ્રચાર કરી રહ્યા છે. આ બેઠક પર દલિત સમાજની વસતિ પણ વધારે હોવાથી વિપુલ પરમારને જીતની ઉમ્મીદ વધારે છે.

Next Story