New Update
રાજ્યમાં વીતેલાં 24 કલાકમાં કોરોનાના 179 નવા કેસ નોંધાયા છે. જે છેલ્લા 188 દિવસમાં સૌથી વધુ દૈનિક કેસ છે.
તહેવારો અને ચુંટણી બાદ રાજયમાં ફરી કોરોના પગપેસારો કરી રહયો છે. અમદાવાદમાં સૌથી વધુ 61 નવા કેસ નોંધાયા છે. જેમાં ઓમીક્રોનના 11 દર્દીઓ છે. છેલ્લા 5 મહિનામાં કોરોનાના કેસમાં સૌથી મોટો ઉછાળો નોંધાયો છે. રોજેરોજના કેસોમાં આ 85 ટકાનો વધારો છે. શનિવારે કોરોનાથી વધુ 2 દર્દીના મોત થયાં હતાં.રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસ વધીને 49 થયા છે. ઓમિક્રોનના નવા કેસોમાં 1 કેસ રાજકોટમાં, 3 ખેડામાં અને 2 કેસ અમદાવાદમાં નોંધાયા છે.
Latest Stories