Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કશ્મીરના શાલીમાર ગાર્ડનની તર્જ પર કોસમોસ વેલી ગાર્ડન તૈયાર, શહેરીજનો માટે બન્યું નવું નજરાણું...

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં એએમસી દ્વારા કશ્મીરના શાલીમાર ગાર્ડનમાં આવેલા કોસમોસ વેલી ગાર્ડન જેવું કોસમોસ વેલી ગાર્ડન સૌ પ્રથમવાર બનાવવામાં આવ્યું

X

કશ્મીરના શાલીમાર ગાર્ડનમાં આવેલા કોસમોસ વેલી ગાર્ડન જેવું જ કોસમોસ વેલી ગાર્ડન સૌ પ્રથમવાર અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં એએમસી દ્વારા બનાવવામાં આવ્યું છે, ત્યારે આ કોસમોસ વેલી ગાર્ડન શહેરીજનો માટે નવું નજરાણું સાબિત થશે. અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવા એએમસી દ્વારા અનેક બગીચા બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે શહેરના નવા નરોડા વિસ્તારમાં એએમસી દ્વારા કશ્મીરના શાલીમાર ગાર્ડનમાં આવેલા કોસમોસ વેલી ગાર્ડન જેવું કોસમોસ વેલી ગાર્ડન સૌ પ્રથમવાર બનાવવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા નવા નરોડા વિસ્તારમાં ફોર્ચ્યુન સર્કલ નજીક 21046 ચોરસ મીટરના પ્લોટમાં આ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. આગામી 7 ફેબ્રુઆરીથી ફ્લાવર વેલી ગાર્ડન નાગરિકો માટે ખુલ્લુ મુકવામાં આવશે. ફ્લાવર વેલી ગાર્ડનની મજા માણવા લોકો ઓનલાઇન અને ઓફલાઇન બન્ને રીતે ટિકિટ મેળવી શકશે. જેમાં 12 વર્ષથી ઉપરના લોકો માટે 10 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે. ગાર્ડનના સ્થળેથી પણ લોકો 10 રૂપિયામાં ટિકિટ ખરીદી શકશે, જ્યારે ઓનલાઇન ટિકિટ લેનારને 2 રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

આ ગાર્ડનમાં ફરવા માટેનો સમય સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. ખાસ કરીને કાશ્મીરમાં આ વેલી ગાર્ડન જોવા મળતા હોય છે. જેમાં એક જ પ્રકારના છોડના ફૂલ હોય છે. કોસમોસ છોડના ફૂલની વિશેષતા એવી છે કે, આ એક પ્રકારનું ફ્લાવરીંગ સીઝનલ પ્લાન્ટ છે, અને 50થી 60 દિવસ સુધી આ ફૂલનો ફલાવરીંગનો સમયગાળો હોય છે.

Next Story