અમદાવાદ : ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા વેળા ઈઝરાયલી ટેક્નોલોજી ડ્રોનથી રખાશે બાજનજર...

આગામી તા. 7 જુલાઈ અને અષાઢી બીજના રોજ અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 147મી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવશે,

New Update

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 147મી ભવ્ય રથયાત્રામાં ઈઝરાયલી ટેક્નોલોજીના હિલિયમ એરોસ્ટે ડ્રોનથી 5 KM એરિયામાં પોલીસ તંત્ર દ્વારા સુપર સર્વેલન્સ કરવામાં આવશેત્યારે રાજ્યના પોલીસવડા સહિતના તમામ અધિકારીઓ દ્વારા રથયાત્રાને લઈને ખાસ પ્લાનિંગ કરી દેવામાં આવ્યું છે.

ઓડિશાના જગન્નાથ પુરી બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છેત્યારે આગામી તા. 7 જુલાઈ અને અષાઢી બીજના રોજ અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 147મી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવશેઆ રથયાત્રામાં માત્ર અમદાવાદીઓ જ નહીં પણ અન્ય રાજ્યો સહિત આસપાસના શહેરો અને ગામોમાંથી હજારો ભક્તો જોડાય છેત્યારે સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાશે. આ વખતે ભારત-પાકિસ્તાન બોર્ડર પર સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવાતું ઈઝરાયેલી ટેક્નોલોજીનું હિલિયમ એરોસ્ટે બલૂન રથયાત્રામાં વપરાશે. આ બલૂનમાં 300 મીટરની ઊંચાઈથી હાઈ રિઝોલ્યુશન કેમેરા સાથે એક્ટિવ કરાશેજે 5 કિલોમીટર વિસ્તારને કવર કરશે. જે તે વિસ્તારની તમામ ગતિવિધિને ઝીલી લેશે. જેથી સંવેદનશીલ વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃતિ પર નજર રહેશે અને સુપર સર્વેલન્સથી પોલીસ સુરક્ષા વ્યવસ્થામાં એક કદમ આગળ રાખશે. રાજ્યના પોલીસવડા સહિતના તમામ અધિકારીઓ દ્વારા ખાસ પ્લાનિંગ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદની રથયાત્રા ખૂબ જ મહત્વની રથયાત્રા છેજ્યાં મુખ્યમંત્રી ખુદ પહિન્દ વિધિ કરવા આવે છેઅને ભગવાન જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. આ વખતે રથયાત્રાના આયોજન પૂર્વે જ પોલીસ કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવશેજેથી અત્યાધુનિક ટેક્નોલોજીનો સૌથી વધુ ઉપયોગ કરી શકાય. આ વખતે વિવિધ સ્થળે CCTV કેમેરા તેમજ ડ્રોન અને સ્થાનિક લેવલે કરવામાં આવેલી પોલીસની મિટિંગ્સના કારણે કોમી ભાઈચારાભર્યું વાતાવરણ ઊભું કરવા પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.

#હિલિયમ એરોસ્ટે ડ્રોન #ઈઝરાયલી ટેક્નોલોજી #ઈઝરાયલી #રથયાત્રા #ભગવાન જગન્નાથ #અમદાવાદ
Here are a few more articles:
Read the Next Article