અમદાવાદ : સરકારી પરીક્ષામાં ગેરરીતિ રોકવામાં સરકાર નિષ્ફળ : કોંગ્રેસ

રાજ્યભરમાં વિવિધ વિભાગોની કર્મચારીઓની ભરતી માટે પેપરો લીક થવાની ઘટનો સામે આવી રહી છે.

New Update
અમદાવાદ : સરકારી પરીક્ષામાં ગેરરીતિ રોકવામાં સરકાર નિષ્ફળ : કોંગ્રેસ

રાજ્યભરમાં વિવિધ વિભાગોની કર્મચારીઓની ભરતી માટે પેપરો લીક થવાની ઘટનો સામે આવી રહી છે. આ મુદ્દે હવે કોંગ્રેસે સરકારને ભીંસમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા છે, સરકાર દ્વારા વન અને પર્યાવરણ વિભાગમાં ભરતી કરવાની જાહેરાત બાદ મુખ્ય વિપક્ષ કોંગ્રેસે સરકાર પર આરોપ લગાવ્યા છે, કે 334 જેટલી જગ્યાઓ માટે 4 વર્ષથી સરકાર ભરતી હાથ નહોતી કરતી હતી. સરકાર ગૌણ સેવા પસંદગી મંડળની ગેરરીતિઓ રોકવામાં પણ નિષ્ફળ ગઈ છે, તો પેપર ફૂટવાની ઘટનામાં ચોક્કસ પ્રકારના મોટા માથાને પકડવામાં નિષ્ફળ વન અને પર્યાવરણ વિભાગની ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ હેઠળ હતી. સરકારે જ સ્પષ્ટ કર્યું કે એમની કામગીરી વિશ્વસનીય નથી.

Read the Next Article

'મહિલાઓએ રાતની પાર્ટીઓમાં જવું નહીં, રેપ-ગેંગરેપ થઈ શકે છે' : અમદાવાદમાં બેનર લાગતાં વિવાદ, જુઓ પોલીસે શું કહ્યું..!

પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ થતા વિવાદ થયો હતો. અંતે પોલીસે આ પોસ્ટર હટાવી સતર્કતા ગ્રુપ સામે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

New Update
  • મહિલાઓએ રાત્રે પાર્ટીમાં જવું નહીંના પોસ્ટરનો મામલો

  • રેપ થઈ શકેના પોસ્ટર લાગતાં શહેર પોલીસ સજ્જ થઈ

  • પોલીસે વિવિધ વિસ્તારોમાંથી 8થી વધુ બેનર્સ જપ્ત કર્યા

  • સતર્કતા ગ્રુપ સામે પોલીસે નોંધી છે જાણવા જોગ ફરિયાદ

  • તપાસના અંતે ગુનો દાખલ કરાશે : ઇન.DCP સફીન હસન

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંમહિલાઓએ રાતની પાર્ટીઓમાં જવાનું નહીંરેપ-ગેંગરેપ થઈ શકે છે” તેવા પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. જોકેઆ પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ થતા વિવાદ થયો હતો. અંતે પોલીસે આ પોસ્ટર હટાવી સતર્કતા ગ્રુપ સામે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ટ્રાફિક પોલીસના સહકારથી સતર્કતા ગ્રુપ નામની સામાજિક સંસ્થાએ ટ્રાફિક અવેરનેસના બેનર લગાવ્યા હતા. આ સાથે કેટલાક વિવાદિત બેનર પણ લગાવ્યા હતા. જેમાંમહિલાઓએ રાત્રે પાર્ટીમાં જવું નહીંગેંગ રેપ થઈ શકે છે”, “અંધારામાં સુમસામ જગ્યાએ રંગલીને લઈ જવાની નહીંરેપ-ગેંગરેપ થઈ શકે છે”, આ પ્રકારના વિવાદિત બેનર ટ્રાફિક પોલીસના સહયોગથી લાગ્યા હોવાથી વિવાદ થયો હતો. જેને લઈને ગતરોજ તમામ વિવાદિત બેનર ઉતારી લેવામાં આવ્યા હતા. જે બાદ પોલીસ દ્વારા ખુલાસો પણ આપવામાં આવ્યો છે.

ઝોન-1ના ઇન્ચાર્જDCP સફીન હસને જણાવ્યું હતું કેશહેર પોલીસે ઝડપથી કાર્યવાહી કરી શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 8થી વધુ બેનર્સ જપ્ત કરી લીધા છે.'સતર્કતા ગ્રુપનામનીNGOએ ટ્રાફિક પોલીસની મંજૂરી લીધી હતી. પરંતુ તે માત્ર ટ્રાફિક જાગૃતિના સંદેશાઓ માટે હતી. જેમાં હેલ્મેટ પહેરવામોબાઈલ ફોન પર વાત ન કરવી અને રોંગ સાઈડ પર ન જવુંજેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો.

NGOએ ટ્રાફિક અવેરનેસના નિયમોની બહાર જઈ મહિલાઓની સુરક્ષા પર પ્રશ્નાર્થ ઉભા કરતા આવા વિવાદાસ્પદ બેનર્સ કોઈપણ અધિકારી કેટ્રાફિક પોલીસ કર્મચારીના ધ્યાને મુક્યા વગર લગાવ્યા હતા. વધુમાં ટ્રાફિક પોલીસે સ્પષ્ટ કહ્યું છે કેતેમને આ વિવાદાસ્પદ બેનર્સ સાથે કોઈ લેવા દેવા નથી.

વધુમાં સતર્કતાNGOએ આ બેનર્સ શા માટે લગાડ્યા છેતે જાણવા માટે અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ જાણવાજોગની તપાસ દરમિયાન એ શોધવામાં આવશે કેશું કોઈની પરવાનગી લીધી હતી કે નહીંત્યારે હવે તપાસના અંતે સતર્કતા ગ્રુપ સામે ગુનો નોંધવામાં આવી શકે છે તેમ અમદાવાદ શહેર પોલીસે જણાવ્યુ હતું.