Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ગરમી શરૂ થતાં જ પાણીજન્ય રોગના કેસમાં થયો વધારો, કોરોનાના 880 જેટલા કેસ નોંધાયા

X

ગરમીનો પારો વધતાં લોકો પડ્યા બીમાર

પાણીજન્ય રોગના કેસમાં થયો વધારો

ઝાડા ઉલ્ટીના 164 તેમજ ટાઈફોઈડના 139 કેસ સામે આવ્યા

દૈનિક 1000 વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે

અમદાવાદ શહેરમાં ગરમીની સિઝન શરૂ થતાં જ પાણીજન્ય રોગના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એપ્રિલ માસમાં અત્યાર સુધી ઝાડા ઉલ્ટીના 164 તેમજ ટાઈફોઈડના 139 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કોરોનાના 880 જેટલા કેસ પણ સામે આવ્યા છે. જેમાં 30 જેટલા દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

અમદાવાદ શહેરમાં ગરમીનો પારો વધવાની સાથે પાણીજન્ય રોગના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એપ્રિલ માસમાં અત્યાર સુધી ઝાડા ઉલ્ટીના 164 તેમજ ટાઈફોઈડના 139 કેસ સામે આવ્યા છે. તેની સાથે જ ગતરોજ 57 કોરોના કેસ પણ સામે આવ્યા હતા. આની સાથે કુલ 880 જેટલા હાલ અમદાવાદ શહેરમાં કોરોના એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૈનિક 1000 વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાંથી અંદાજિત 8 થી 9 ટકા લોકોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. શહેરમાં મચ્છરજન્ય રોગોના કેસો નહિવત જોવા મળતા અધિકારીઓ રાહત અનુભવી રહ્યા છે. આ ચાલુ માસમાં ડેન્ગ્યૂના 13 જ કેસ નોંધાયા છે. જયારે 16 એપ્રિલ સુધીમાં સાદા મેલેરિયાના 5 કેસ નોંધાયા છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 29,874 જેટલા લોહીના સેમ્પલ તેમજ 977 જેટલા સિરમના સેમ્પલ લઇને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

Next Story