અમદાવાદ : મહાલક્ષ્મી ઐયર અને જીગરદાન ગઢવીને મળ્યાં બેસ્ટ સિંગરના એવોર્ડ

મ્યુઝિક લીજેન્ડ ગૌરાંગ વ્યાસને 'લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

New Update
અમદાવાદ : મહાલક્ષ્મી ઐયર અને જીગરદાન ગઢવીને મળ્યાં બેસ્ટ સિંગરના એવોર્ડ

અમદાવાદમાં ટોપ મ્યુઝીક એવોર્ડથી કલાકાર કસબીઓને નવાજવામાં આવ્યાં. મહાલક્ષ્મી ઐયર અને જીગરદાન ગઢવીને બેસ્ટ સિંગરના એવોર્ડ પ્રાપ્ત થયાં છે. એફએમ રેડીયો સ્ટેશન TOP FM દ્વારા અમદાવાદમાં TOP MUSIC AWARDS યોજાયો હતો. ગુજરાતી સંગીત સાથે સંકળાયેલા કલાકારોની સેવાને બિરદાવવામાં આવી હતી.

ગુજરાતી સંગીત ક્ષેત્રે 20 અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયાં.છેલ્લા ત્રણ વર્ષમાં રજૂ થયેલી ફિલ્મના સંગીતને પસંદ કરવાનો માપદંડ આ એવોર્ડ માટે રાખવામાં આવ્યો.. આ ઉપરાંત YOU TUBE અને OTT પર રિલીઝ થયેલા મ્યુઝિક વીડિયોને ધ્યાનમાં લેવામાં આવ્યાં. એવોર્ડ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહયાં. તેમના હસ્તે મ્યુઝિક લીજેન્ડ ગૌરાંગ વ્યાસને 'લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ તકે ગૃહ અને યુવક સેવા સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહયાં હતાં. પ્રતિષ્ઠિત કલાકાર ગૌરાંગ વ્યાસ, ઓસ્માણ મીર, કીર્તિદાન ગઢવી, પાર્થિવ ગોહિલ,આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી, પ્રિયા સરૈયાએ હાજર રહી એવોર્ડ સમારંભમાં ચાર ચાંદ લગાવી દીધાં..બેસ્ટ ફીમેલ સિંગર તરીકે મહાલક્ષ્મી ઐયર અને બેસ્ટ મેલ સિંગર તરીકે જીગરદાન ગઢવીની પસંદગી કરવામાં આવી..

Latest Stories