/connect-gujarat/media/post_banners/4d8d9b97bc3cb47dc1b3edb61605ec6141f888ebb055cbae48ee0d146afbccda.jpg)
ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે
બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહિ
2 દિવસ બાદ 1 ડિગ્રી તાપમાન ઘટશે
અમદાવાદ વાસીઓ ગરમી માટે તૈયાર રહેજો કારણકે ગરમીનો પારો ઘટવાનો છે. ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે. તો બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહિ થાય.
આગામી સમયમાં અમદાવાદની ગરમીમાં ઘટાડો થવાનો છે જેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં ૫ દિવસ ગરમ સૂકા પવન ફુંકાશે. 2 દિવસ બાદ 1 ડિગ્રી તાપમાન ઘટશે. રાજ્યમાં સુરેન્દ્રનગર 41.3 ડિગ્રી. અમરેલી 40.8 ડિગ્રી. અમદાવાદ. 40.5 ડિગ્રી. રાજકોટ. 40.3 ડિગ્રી અને ગાંધીનગર 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજથી બે દિવસ સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર. રાજકોટ. અમરેલીમાં 1 ડિગ્રી તાપમાન વધવાની શકયતા છે. હાલ યલ્લો એલર્ટની કોઈ આગાહી નથી. તેમજ વરસાદની પણ કોઈ આગાહી કરવામાં આવી નથી. 41 થી 43 ડિગ્રી તાપમાન હોય ત્યારે યલ્લો એલર્ટ આપવામાં આવે છે. બાકીના સ્થળે 35 થી 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉતરી દિશાથી સૂકા પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં વધારો થશે.