/connect-gujarat/media/post_banners/0c5fae9f64db383e812764eb7921d1848d234d449a9b95f0ac6e946b766d5fbf.jpg)
ગ્રેડ પે વધારવા માટે પોલીસકર્મીઓ દ્વારા હવે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેમાં બે મહિલા કોન્સ્ટેબલે અન્ન જળનો ત્યાગ કરતા દોડધામ મચી જવા પામી છે. રાજ્યમાં પોતાના હક્કને લઇ અને ગ્રેડ પે ને લઇ ચાલી રહેલું આંદોલન હવે ઉગ્ર બની રહ્યું છે અત્યાર સુધી શોશ્યલ મીડિયામાં ચાલતું આંદોલન હવે ખુલીને બહાર આવી રહ્યું છે આજે તે સમયે અમદાવાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું જ્યારે નવરંગપુરાના મહિલા પોલીસકર્મી નીલમબેન "જ્યાં સુધી ગ્રેડ પેનો ચુકાદો નહિ આવે ત્યાં સુધી અન્ન-જળના ત્યાગ કરશે" એ રીતે પોતાના વ્હોટ્સએપમાં સ્ટેટસ મૂકી ગ્રેડ પેની માગણી કરી રહ્યા છે. મહિલા પોલીસકર્મી નીલમબેને અન્નજળનો ત્યાગ કરવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે જે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ જતાં ઝોન 1 ડીસીપી ડો. રવીન્દ્ર પટેલે નવરંગપુરા પીઆઇ અને મહિલા પોલીસકર્મીને બોલાવી આ મામલે ખુલાસો પૂછ્યો છે તો બીજીબાજુ ટ્રાફિકના મહિલા પોલીસ કોન્સ્ટેબલ રોશનીએ પણ અન્નજળનો ત્યાગ કરતા ઉપરી અધિકારીઓ દોડતા થઇ ગયા છે મહિલા પોલીસ કોન્સ્ટેબલના અન્ન જળ ત્યાગના સમાચાર આવતા અનેક રાજકીય નેતાઓ પણ પોલીસ સ્ટેશન પોહ્ચ્યા હતા