અમદાવાદ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું એરપોર્ટ પર આગમન, કરાયું ભવ્ય સ્વાગત

New Update
અમદાવાદ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું એરપોર્ટ પર આગમન, કરાયું ભવ્ય સ્વાગત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે રાજ્યની ટૂંકી મુલાકાતે આવી પહોંચ્યા હતા રાષ્ટ્રપતિએ આજે અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરાણ કર્યું હતું અને અહીંથી તેઓ ભાવનગર જવા રવાના થયા હતા અમદાવાદ એરપોર્ટ પર રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સીએમ ભુપેન્દ્ર પટેલ પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતા સાથે મેયર કિરીટભાઈ પરમાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રપતિ ખાસ વિમાનમાં તેમના કાફલા સાથે આવ્યા હતા.રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા સહિત ઉચ્ચ અધિકારીએ પણ રાષ્ટ્રપતિને આવકાર્યા હતા.ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સાથે તેઓ મુલાકાત કરશે તેઓનું રાત્રી રોકાણ ભાવનગર ખાતે છે જ્યાં તેઓ અનેક કાર્યક્રમમાં હાજરી આપવાના છે

Latest Stories