અમદાવાદ હાટ ખાતે 'રાખી મેળા'ની શરુઆત કરવામાં આવી હતી. જેનું ઉદ્ઘાટન મંત્રી ભાનુબહેન બાબરીયાના હસ્તે કરવામાં આવ્યુ હતુ.
અમદાવાદ હાટ ખાતે 'રાખી મેળા'નું આયોજન કરવામાં આવ્યું છે. સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબહેન બાબરીયાએ 'રાખી મેળો' ખુલ્લો મૂક્યો હતો. હસ્તકલા વારસાનું પ્રદર્શન અને વેચાણ તથા મહિલા કારીગરોને રોજગારી પૂરી પાડવાના ઉમદા હેતુથી 'રાખી મેળા'નું આયોજન કરવામાં આવ્યું છે. શહેરીજનો માટે 27 ઓગસ્ટ સુધી રાખી મેળો ખુલ્લો રહેશે. જ્યાં 82 જેટલા સ્ટોલ થકી હસ્તકલાની શ્રેષ્ઠ કૃતિઓનું સર્જન કરનાર કારીગરો દ્વારા નિર્મિત રોજબરોજના વપરાશની ચીજવસ્તુઓ તેમજ ઘર સુશોભનની ઉત્કૃષ્ટ કલાકૃતિઓ લોકો નિહાળી શકે છે અને ખરીદી પણ કરી શકશે