તાજેતરમાં સાંસદ નારણ કાછડિયાએ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પર આરોપ કર્યા હતાં કે ગાંધીનગર જઈએ ત્યારે નીતિનભાઈ સામુ પણ નહોતા જોતા. આ મામલે નીતિન પટેલે નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે નિવેદન બે દિવસથી ટીવીમાં સમાચારમાં જોવું છું. કાછડિયા અમારાં સિનિયર નેતા છે. હું નથી જાણતો કે કેમ તેમણે આ વિષય મીડિયા પર મુક્યો. તેમજ આ પ્રસંગે કેમ આવી પોસ્ટ કેમ કરી મારી સમજમાં નથી આવતી.આગળ નીતિન પટેલે કહ્યું કે 'મને નથી સમજાતું કે તેઓએ આવું કેમ કહ્યું? મહેસાણામાં મેં કિધેલી વાતનો 2 ત્રણ દિવસ પછી ઉલ્લેખ કર્યો હતો. કાછડિયા એક ડૉક્ટરની બદલી લઇને આવ્યાં હતાં. મોટા ભાગના લોકોની ભલામણો બદલીઓ માટે આવતી હોય છે. પોતાના મિત્રોના કે પોતાના માટે અનેક લોકો બદલીઓ માટે આવતા હોય છે. નારણભાઈએ કયા ડોક્ટરની વાત કરી એ મારા ધ્યાને નથી. હવે હુ આરોગ્ય મત્રી નથી મારી પાસે કોઈ ડેટા ન હોય. આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, 'નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે મને આખા ગુજરાતની જવાબરી સોંપી હતી ચેકડેમ બનાવવાની.
ત્યારે આખા સૌરાસ્ટમાં લોકભાગીદારીથી ચેકડેમો બનાવ્યા હતા. હું સિંચાઈ મંત્રી હતો ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે કામ કર્યું છે. કચ્છ સુધી અત્યારે અમે પાણી પહોંચાડી રહ્યા છીએ. આખા ગુજરાતમાં પીવાનું અને ખેતી માટેનું પાણી ભાજપે કર્યું છે અને એ બધું મારા સમય દરમિયાન અને અગાઉ થયું છે.