Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: રિક્ષા ચાલકો આ વાતનું રાખજો ધ્યાન, નહીં તો તમારા પર થઈ શકે છે કાર્યવાહી

અમદાવાદ: રિક્ષા ચાલકો આ વાતનું રાખજો ધ્યાન, નહીં તો તમારા પર થઈ શકે છે કાર્યવાહી
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજકીય પક્ષો પ્રચાર માટે અવનવા પેતરા અજમાવી રહ્યા છે. હજારો મતદારો સુધી પહોંચવા માટે ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા રિક્ષાઓ પર જાહેરાત લગાવવામાં આવી છે. તો મોટા મોટા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. ચૂંટણીનો ધમધમાટ વચ્ચે હવે અમદાવાદ કલેક્ટર દ્વારા મંજૂરી લીધા વિગર રિક્ષા પર રાજકીય પક્ષોના બેનરો લગાવી ફરતા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવાની સૂચના આપી છે

અમદાવાદ શહેરમાં એક લાખ જેટલી રિક્ષા ફરે છે જેમાં ઘણી રિક્ષા પર રાજકીય પક્ષોની જાહેરાત જોવા મળી રહી છે, ત્યારે હવે મંજૂરી વગર રાજકીય પક્ષોના બેનરો લગાવી ફરતા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ માટે અમદાવાદ કલેક્ટરે RTOને પત્ર લખીને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે શહેરમાં અનેક રિક્ષાચાલકોએ રાજકીય પક્ષનું બેનર લગાવવાની મંજૂરી લીધી ન હોવાનું કલેક્ટરને ધ્યાને આવતા તેમણે RTOને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ મંજૂરી લીધા વિના બેનરો લગાનારા રિક્ષા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવી સૂચના આપી છે. એટલું જ નહીં રિક્ષાચાલક એસોસિએશને પણ રિક્ષાચાલકોને મંજૂરી લેવા તાકીદ કરી છે.

Next Story