અમદાવાદ: સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું PM મોદીના હસ્તે ખાતર્મુહુત

સાબરમતી આશ્રમ 5 એકર વિસ્તારનો વિકાસ કરાશે.એકરમાં ફેલાયેલું આશ્રમ હવે 55 એકરમાં ગાંધીના મૂલ્યો સાથે નિર્માણ પામશે.

New Update
અમદાવાદ: સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું PM મોદીના હસ્તે ખાતર્મુહુત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના મહેમાન

વિવિધ પરિયોજનાનું ખાતમુર્હુત

સાબરમતી આશ્રમનું કરાશે રી ડેવલપમેન્ટ

રૂપિયા 1200 કરોડનો કરવામાં આવશે ખર્ચ

મુલાકાતીઓની સુવિધામાં થશે વધારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યુ હતું જે અંતર્ગત સાબરમતી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રિડેવલેપમેન્ટ કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદમાં સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રિડેવલેપમેન્ટ થશે.સાથે જ મહાત્મા ગાંધીના આદર્શોને જાળવવા માટે કોચરબ આશ્રમ સ્મારક પરિયોજના અંતર્ગત આશ્રમના 5 એકર વિસ્તારનો વિકાસ કરાશે.એકરમાં ફેલાયેલું આશ્રમ હવે 55 એકરમાં ગાંધીના મૂલ્યો સાથે નિર્માણ પામશે.

આ પરિસર અને આસપાસના વિસ્તારને અદ્યતન બનાવવાનો નિર્ણય સરકારે કર્યો છે. હાલમાં આવેલી 20 ઇમારતોને યથાસ્થિતિમાં જાળવી રાખવામાં આવશે. આ ઉપરાંત 13 નવા બિલ્ડિંગ ઉભા કરવામાં આવશે અને મુલાકાતીઓની સુવિધામાં વધારો કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી આશ્રમના વિસ્તૃતિકરણ સાથે અદ્યતન બાબતોનું ધ્યાન રખાયું છે.આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હું આ નવા પ્રકલ્પને દેશવાસીઓને ​​​​આપું છું. હું મુખ્યમંત્રી હતો ત્યારથી આ કામ હાથ પર લીધું હતું. ઘણા વિઘ્નો આવ્યા હતા. જલ્દીથી જલ્દી કામ શરૂ થાય અને પૂરું થાય તેવી આશા વ્યક્ત કરું છું.

Latest Stories