New Update
/connect-gujarat/media/post_banners/643cc3aef767998b1716db93ceabbca6fec23ac5e78ecb41254d36712b4fc8c5.jpg)
દેશભરમાં આજે ભારતના રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીની 152 મી જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં આવેલ મહાત્મા ગાંધીના આશ્રમ ખાતે પણ સવારથી વિવિધ પાર્ટીના નેતા આવ્યા હતાં. ભારતીય પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ગાંધી આશ્રમ ખાતે આવેલ ખાદી ઉદ્યોગમાંથી ખાદી ખરીદી હતી.
તેની સાથે અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર,પ્રદિપ પરમાર સહિત ભાજપના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતુ કે, મહાત્મા ગાંધી ખાદી ધારણ કરી દેશની આઝાદી માટે લડ્યા હતા અને આજથી 7 તારીખ સુધી ભાજપના કાર્યકર્તા અને ગુજરાતની જનતાને ખાદી ધારણ કરવા માટે મારી અપીલ છે.