અમદાવાદ : ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોને કચડી નાખનાર તથ્ય પટેલના પિતાના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા..!

ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે જેગુઆર કારથી લોકોને ઉલાળ્યા હતા. જેમાં 9 લોકોના મોત નીપજ્યા હતા, અને 12 લોકોને ઈજા પહોંચી હતી.

New Update
અમદાવાદ : ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોને કચડી નાખનાર તથ્ય પટેલના પિતાના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા..!

ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોના થયા હતા મોત

મુખ્ય આરોપીના પિતાના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા

પિતા હવે પુત્રને બચાવવા મહેનત કરશે તેવી ચર્ચા

અમદાવાદમાં ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોને કચડી નાખનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના હાઈકોર્ટે 103 દિવસ બાદ જામીન મંજૂર કર્યા છે, ત્યારે હવે પિતા પ્રજ્ઞેશ પટેલ બહાર રહી દીકરા તથ્ય પટેલને જામીન અપાવવા મહેનત કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

ગત તા. 20 જુલાઈની મોડી રાત્રિએ અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે જેગુઆર કારથી લોકોને ઉલાળ્યા હતા. જેમાં 9 લોકોના મોત નીપજ્યા હતા, અને 12 લોકોને ઈજા પહોંચી હતી. બાદમાં પિતા પ્રજ્ઞેશ પટેલ તથ્યને બચાવવા માટે ઘટના સ્થળેથી લઈ ગયા હતા. પ્રજ્ઞેશ પટેલે ઘટના સ્થળે લોકોને ધમકી આપી હતી. તે કેસમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારથી અત્યાર સુધીમાં 103 દિવસ બાદ પ્રજ્ઞેશ પટેલને જામીન મળ્યા છે. પોલીસે કલમ 506 અંતર્ગત પ્રજ્ઞેશ પટેલ સામે ગુનો નોંધ્યો છે.

અકસ્માત પોલીસે બન્ને પિતા-પુત્રને કસ્ટડીમાં લઈને 24 કલાકમાં અમદાવાદ જિલ્લા ન્યાયાલય ખાતે ઉપસ્થિત કર્યા હતા. જેમાં પ્રજ્ઞેશ પટેલે જામીન ન માગતા પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં સાબરમતી જેલ ખાતે મોકલી અપાયા હતા. ત્યારબાદ પ્રજ્ઞેશ પટેલે પોતાના વકીલ મારફતે કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. પરંતુ કોર્ટે જામીન ફગાવતા પ્રજ્ઞેશ પટેલે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. જોકે, 3 મહિના પહેલા પ્રજ્ઞેશ પટેલે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર અમદાવાદ જિલ્લા ન્યાયાલયમાં વચગાળાની જામીન અરજી ફાઈલ કરી હતી.

તેમના વકીલનું કહેવું હતું કે, તેને મોઢાનું કેન્સર છે, અને તેઓને મુંબઈની ટાટા હોસ્પિટલમાં સારવાર અર્થે જવાનું રહે છે. જેના આધાર પર આ જામીન અરજી ફાઈલ કરાઈ છે. જોકે, પ્રજ્ઞેશ પટેલે અગાઉના કેસમાં પણ આ જ આધાર ઉપર જામીન મેળવ્યા હતા, અને લોકોને ધમકાવ્યા હતા, ત્યારે આ જામીન અરજી અમદાવાદ જિલ્લા કોર્ટે ફગાવતા હાઈકોર્ટમાં અરજી કરી હતી.

Latest Stories