/connect-gujarat/media/post_banners/f550fc0143dd212abaaa30b5d201cedec211813e41a20c42af8ce42162148915.jpg)
અમદાવાદનું સૌથી જૂનું પૌરાણિક સ્મશાનગૃહનું 14 કરોડ રૂપિયાના ખર્ચે નવનીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે જૂનાવાડજનું સ્મશાન આધુનિક અંતિમધામ બનશે.
અમદાવાદ શહેરનું જુનાવાડજ સ્મશાન તરીકે ઓળખાતું મહર્ષિ દધીચિ સ્મશાનગૃહને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 14 કરોડના ખર્ચે રી-ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરમાં આજથી વર્ષો પહેલા સાબરમતી નદી કિનારે પશ્ચિમ વિસ્તારમાં વાડજ એક જ માત્ર સ્મશાન હતું અને આ જુના પૌરાણિક સ્મશાનને શહેરનું આધુનિક સુવિધાવાળુ બનાવવાનો નિર્ધાર કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે અને વર્ષ 2022માં આ સ્મશાન નવું બનીને તૈયાર થઈ જશે.
જુના વાડજ સ્મશાન જે અત્યાધુનિક સ્મશાન બની રહ્યું છે તેમાં ખાસિયત એ છે કે, સ્મશાનના કન્સ્ટ્રક્શનમાં જે ઈંટ વાપરવામાં આવી રહી છે તે એક્સપોઝ ઈંટથી બની રહી છે એટલે કે ખુલ્લી પ્રકારની ઈંટોનો આમાં વપરાશ થવાનો છે. લાલ કલરની ઈંટની દિવાલો જે અમદાવાદ આઇઆઇએમમાં જોવા મળે છે તેવી ઈંટોનો આ સ્મશાન બનાવવામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
જુના વાડજ સ્મશાનમાં શહેરના સુભાષબ્રિજ, રાણીપ, નારણપુરા, ઘાટલોડિયા અને વાડજ, નવા વાડજ સહિતના આસપાસના વિસ્તારોમાંથી માત્ર આ એક જ વાડજ સ્મશાન હોવાથી ત્યાં સૌથી વધુ લોકોની અંતિમ વિધિ થતી હોય છે. જેના કારણે આ સ્મશાનનો વિકાસ કરવા માટે કોર્પોરેશન દ્વારા આજથી ચાર વર્ષ પહેલા ટેન્ડર બહાર પાડી કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોરોનાના કારણે કામ બંધ રહ્યું હતું. જોકે હવે ફરી એકવાર કોરોનાના વચ્ચે પણ સ્મશાનના વિકાસની કામગીરી શરૂ થઈ ગઈ છે.