/connect-gujarat/media/post_banners/f9b9fbeb2f0232bfff5e780c882a4a42d658240700e3c0ca2b69337ee2bd54d6.jpg)
દેશમાં આજથી 15 ઑગસ્ટ સુધી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત થઇ ગઇ છે ત્યારે અમદાવાદમાં લઘુમતી વિસ્તારની સૌથી જૂની સ્કૂલ પણ દેશભક્તિના રંગે રંગાઈ હતી અને રાષ્ટ્રીય પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી
રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનથી દેશભક્તિ જોવા મળી રહી છે કોઈપણ વર્ગ હોય કે સમાજ હર કોઈ દેશભક્તિના રંગે રંગાઈ રહ્યા છે. અમદાવાદના જમાલપુર આસ્ટોડિયા વિસ્તારમાં અંજુમને ઇસ્લામ સ્કૂલ આવેલ છે.આ સ્કૂલમાં લગભગ 1200 બાળકો અભ્યાસ કરે છે ત્યારે આ સ્કૂલમાં રાષ્ટ્રીય પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શાળાની ઇમારતને કેસરી,સફેદ અને લીલા રંગના કાપડ વડે તિરંગાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું અને બાળકો પણ તિરંગાના રંગની છત્રીઓ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જોડાયા હતા