અમદાવાદ : વસ્ત્રાલનાં યુવકને હેલ્મેટ ન પહેરવા બદલ રૂ.10 લાખનું ઈ-ચલણ ફટકારતા ખાઈ રહ્યો છે કોર્ટના ધક્કા

અમદાવાદનાં વસ્ત્રાલમાં રહેતા યુવકને હેલ્મેટ નહીં પહેરવા બદલ ટ્રાફિક પોલીસે રૂ.10 લાખનો મેમો ફટકાર્યો છે.જેના કારણે યુવક કોર્ટના ધક્કા ખાઈ રહ્યો છે.

New Update
  • વસ્ત્રાલના યુવકને થયો ટ્રાફિક પોલીસનો કડવો અનુભવ

  • હેલ્મેટ ન પહેરવા બદલ મળ્યું ઇ - ચલણ

  • રૂ.10 લાખનું ઇ-ચલણ મળતા આશ્ચર્ય સર્જાયું

  • યુવક ઈ-ચલણને  લઈને ખાઈ રહ્યો છે કોર્ટના ધક્કા

  • ઈ-ચલણને પગલે પરિવાર સતત ચિંતામાં જીવી રહ્યો છે 

Advertisment

અમદાવાદનાં વસ્ત્રાલમાં રહેતા યુવકને હેલ્મેટ નહીં પહેરવા બદલ ટ્રાફિક પોલીસે રૂ.10 લાખનો મેમો ફટકાર્યો છે.જેના કારણે યુવક કોર્ટના ધક્કા ખાઈ રહ્યો છે.

અમદાવાદનાં વસ્ત્રાલમાં રહેતા 22 વર્ષીય અનિલ હડિયા પાનનો ગલ્લો ચલાવે છે.11 એપ્રિલ 2024ના રોજ શાંતિપુરાથી ટુવ્હીલર લઈને જતો હતો.ત્યારે ટ્રાફિક પોલીસે ઉભો રાખીને લાઈસન્સ માગ્યું હતું.જે લાઈસન્સનો પોલીસે ફોટો પાડી લીધો હતો. ત્યાંથી થોડે દૂર થતાં જ તેના મોબાઇલ પર ટ્રાફિકના નિયમના ભંગ બદલ ઈ-ચલણનો મેસેજ આવ્યો હતો.યુવકનું કહેવું છે કેએ વખતે મને ટ્રાફિક પોલીસે મેમો અંગે વાત કરી નહોતી. અને મને કંઈ કીધું નહોતું. જો તેમણે મને એ વખતે જ જાણ કરી હતો તો ત્યાં જ દંડ ભરી દીધો હોત.

જોકે હાલમાં અનિલ છેલ્લા 11 મહિનાથી કોર્ટ અને પોલીસ કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે.આ મેમો લઇને તે ઘી કાંટા સ્થિત ટ્રાફિકની વર્ચ્યુઅલ કોર્ટમાં પણ ગયો હતો,પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.ટ્રાફિક પોલીસ અને પોલીસ કમિશનર કચેરીએ અનેક ધક્કા ખાવા છતાં મેમોનો કોઈ નિકાલ આવતો નથી. જેના કારણે તે અને તેનો પરિવાર સતત ચિંતા માં જીવી રહ્યો છે.

 

 

Advertisment
Latest Stories