Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: મેટ્રો ટ્રેનમાં ગંદકી કરનારને થશે રૂ.5 હજારનો દંડ,જેલની સજા પણ મળી શકે છે

અમદાવાદ: મેટ્રો ટ્રેનમાં ગંદકી કરનારને થશે રૂ.5 હજારનો દંડ,જેલની સજા પણ મળી શકે છે
X

દિવાળી પહેલા ગુજરાતને સરકાર તરફથી બે મોટી ભેટ આપવામાં આવી છે. જેમાં એક છે મેટ્રો ટ્રેન અને એક છે વંદે ભારત એક્સપ્રેસ. ત્યારે હવેથી અમદાવાદીઓએ મેટ્રો ટ્રેનના પ્લેટફોર્મ પર જતી વેળાએ કે ટ્રેનમાં બેસતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. એટલે કે હવેથી અમદાવાદમાં મેટ્રોને નુકસાન કરનારા સામે કાર્યવાહી કરાશે.

શહેરમાં મેટ્રો કોચને નુકસાન કરનારા સામે કડક કાર્યવાહી કરાશે. જેમાં જે પાનની પિચકારી મારશે તેને રૂપિયા 5 હજાર સુધીનો દંડ અને જેલની સજા કરાશે. જે કોચ-પરિસરમાં પોસ્ટર ચોંટાડશે તેને 6 માસની જેલ થશે. કારણ વિના જો કોઇ બેલ કે એલાર્મ વગાડશે તો તેવાને પણ 1 વર્ષની જેલની સજા થશે. તદુપરાંત મેટ્રોની ટિકિટ ફોર્જ કરવા પર પણ 6 મહિનાની જેલ થશે. દારૂના નશામાં કે અભદ્ર વર્તન કરનાર અથવા તો અન્ય એવી કોઇ બાબતે રૂ. 200નો દંડ થશે તેમજ પાસ પણ જપ્ત થઇ જશે. આ સિવાય ખતરનાક કે પ્રતિબંધિત ચીજસ્તુઓ પણ ટ્રેનમાં લાવનારને 4 વર્ષ સુધીની જેલની સજા થશે. મેટ્રો કોચમાં લખવા પર અથવા કંઈ પણ દોરવા પર પણ 500 રૂપિયાનો દંડ ફટકારાશે. જોકે સાથે મુસાફરી દરમ્યાન જો પેસેન્જરની તબિયત બગડે તો તેને હોસ્પિટલ પહોંચાડવાની જવાબદારી મેટ્રોની રહેશે. કારણ કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 6 હોસ્પિટલો સાથે MOU કરવામાં આવ્યા છે. આગામી સમયમાં નવી 10 જેટલી હોસ્પિટલો સાથે પણ MOU કરાશે.

Next Story