વિશ્વની સૌ પ્રથમ નીડલ ફ્રી કોરોના વેકસીનનું નિર્માણ કરનારી ઝાયડસ ફાર્મા કંપનીના ચેરમેન પંકજ પટેલની સંપત્તિમાં 919 કરોડ રૂપિયાનો વધારો થયો છે. પંકજ પટેલ દેશના અમીર વ્યકતિઓની યાદીમાં હાલ 22મો ક્રમ ધરાવે છે.
ભારતને ઝાયકો-ડી નામની કોરોનાની અન્ય એક સ્વદેશી વેક્સીન પ્રાપ્ત થઇ છે. આ વેકસીનનું ઉત્પાદન કરનારા ઝાયડસ ગૃપના ચેરમેન પંકજ પટેલની આવકમાં વધારો થયો છે.ઝાયડસે આ વેક્સિનને વિકસાવવા તથા નિર્માણ માટે 500 કરોડનું મુડી રોકાણ કર્યું છે. 20 ઓગસ્ટના રોજ ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા તરફથી ઇમર્જન્સી માટે ઉપયોગ લેવાની મંજુરી આપતા જ તેમની આવકમાં 919 કરોડ વધારો જોવા મળ્યો છે.
ફોબર્સ રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્ષના રિયલ ટાઈમ ડેટા મુજબ પંકજ પટેલની નેટવર્થ એક જ દિવસમાં વધીને 44.48 કરોડ પર પહોંચી ગઈ છે. પંકજ પટેલ હાલ ભારતના 22 માં સૌથી અમિર વ્યક્તિ છે જ્યારે વિશ્વમાં 496મુ સ્થાન ધરાવે છે. ઝાયડસ ફાર્મા કંપની દેશની ટોપ 10 કંપનીમાં સ્થાન ધરાવે છે. સ્ટોક એક્સચેન્જના ડેટા મુજબ કેડિલા હેલ્થ કેરના શેરમાં ભારે વધારો જોવા મળ્યો હતો.
કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલના જણાવ્યાં અનુસાર કોરોનાની વેક્સિન ડેવલપમેન્ટ અને એના ઉત્પાદન પાછળ કંપનીએ અત્યાર સુધીમાં આશારે રૂ. 450-500 કરોડનું રોકાણ કર્યું છે. કંપની આવનારા સમયમાં વેક્સિન સંદર્ભે વધુ ઇન્વેસ્ટમેન્ટ પણ કરશે. ટુંક સમયમાં ઝાયકો-ડી નું પ્રોડક્શન શરૂ કરવામાં આવશે અને સપ્ટેમ્બરના બીજા સપ્તાહ બાદથી રસી બજારમાં મળતી થઈ જશે. પ્રારંભિક તબક્કે સપ્ટેમ્બર અંત સુધીમાં 30-40 લાખ ડોઝનું ઉત્પાદન કરવાનું આયોજન છે.