Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદીઓ દાસ ખમણની ચટણી ખાતા પહેલા ચેતજો.! ગ્રાહકે લીધેલ ચટણીમાંથી મચ્છર નીકળતા ફરિયાદ નોંધાવી

મણિનગર વિસ્તારમાં આવેલા પ્રખ્યાત દાસ ખમણની દુકાનમાંથી લીધેલા ખમણની ચટણીમાંથી મચ્છર નીકળ્યું

X

અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા પ્રખ્યાત દાસ ખમણની દુકાનમાંથી લીધેલા ખમણની ચટણીમાંથી મચ્છર નીકળ્યું હતું. ચટણીમાંથી મચ્છર નીકળતા ગ્રાહકે વેપારીનો સંપર્ક કર્યો હતો. ત્યારે ચટણી બદલી આપવાની વાત કરી હતી. શહેરના અમરાઇવાડી વિસ્તારમાં રહેતા અલ્કેશ નામના વ્યક્તિએ સવારે મણિનગર વિસ્તારમાં આવેલી દાસ ખમણ નામની દુકાનમાંથી ખમણ સહિતની ચીજ વસ્તુઓ લેવા માટે આવ્યા હતા. દુકાનમાંથી ખમણની સાથે ચટણી આપવામાં આવી હતી.

આ ખમણ અને ચટણી ઘરે જઈ ખાધી જેના કારણે તેમનાં પત્ની અને બાળકોને ઊલટી જેવું થયું હતું. ચટણીમાં જોયું તો તેમાં મચ્છર જેવી જીવાત જોવા મળી હતી. તેથી તેઓ તાત્કાલિક દુકાન ઉપર ગયા હતા અને ત્યાં હાજર વ્યક્તિને તેઓએ ચટણીમાંથી નીકળેલી જીવાત બતાવી હતી. જેથી હાજર વ્યક્તિએ તેને આ ચટણી બદલી આપવા માટે કહ્યું હતું. આ અંગે તાત્કાલિક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગ પર ઓનલાઇન અને ફરિયાદ નંબર ઉપર ફરિયાદ નોંધાવી હતી હવે કોર્પોરેશન દ્વારા દાસ ખમણ સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ?

Next Story