Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : રાજપીપળા ચોકડી પરથી શંકાસ્પદ વાલ્વનાં જથ્થા સાથે 2 આરોપી ઝડપાયા

અંકલેશ્વર રાજપીપળા ચોકડી ઓવર બ્રિજ નજીકથી ઇકો કારમાં શંકાસ્પદ એસ.એસનાં વાલ્વ લઈને જતાં 2 વ્યક્તિઓ ઝડપાયા હતા.

X

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ઓવર બ્રિજ નજીકથી શંકાસ્પદ એસ.એસ.ના વાલ્વ સહિતના સામાન અને કુલ 3.98 લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વર રાજપીપળા ચોકડી ઓવર બ્રિજ નજીકથી ઇકો કારમાં શંકાસ્પદ એસ.એસનાં વાલ્વ લઈને જતાં 2 વ્યક્તિઓ ઝડપાયા હતા. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ઓવર બ્રિજ નજીક ઈકકો કાર નંબર-જી.જે.16.ડી.સી.7717માં શંકાસ્પદ એસ.એસ.સ્ટીલના વાલ્વ વેચાણ કરવા માટે ત્રણ ઇસમો ફરી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમી વાળી કાર નજરે પડતાં તેને અટકાવી તેમાં તપાસ કરતાં પોલીસને 10 નંગ નાના વાલ્વ,મોટા વાલ્વ નંગ-3 અને એસ.એસની ગોળ પ્લેટ નંગ-3 મળી આવી હતી પોલીસે ઈકકોના ચાલક મુઇનુદ્દીન મહેબૂબશા દીવાનની પૂછપરછ કરતાં તે પોતે ભરુચથી દહેજ પોતાની ઈકકો કાર પેસેન્જરોમાં ફેરવે છે.જેથી અટાલી ગામના મહાદેવ ફળિયામાં રહેતો હાર્દિકસિંહ ભીષ્મદેવસિંહ ચૌહાણનો ફોન આવ્યો હતો અને અટાલી તેને ઘરેથી સામાન લઈ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં પહોંચાડવાનું હોવાનું જણાવ્યુ હતું જ્યારે પોલીસે અન્ય બે ઈસમ હાર્દિકસિંહ ભીષ્મદેવસિંહ ચૌહાણ અને રામબાબુ મંગલા પ્રસાદની પૂછપરછ કરતાં હાર્દિકસિંહ ચૌહાણએ પોતે સાયખાની પ્રેરસ્ટોપ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતો હોય જ્યાં બેભાન નામના ઈસમ સાથે મળી દશ દિવસમાં નાના-મોટા વાલ્વની સ્ટોર રૂમમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે બંને ઇસમોને 3.98 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story