New Update
/connect-gujarat/media/post_banners/ce21264016c4ca44d8c5f75991b9dcb7a914b43bd8c6597dff0701b200a6256e.webp)
25 ડિસેમ્બર નાતાલની ઉજવણીને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ અમદાવાદમાં અમુક જગ્યાએ તો નાતાલની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને લઈ અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ.મલિક દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે.
જેમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણીને લઇને રાત્રીના 12થી 12:30 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની છૂટ આપી છે. જો કે પ્રતિબંધિત ફટાકડા ફોડવાની મનાઇ છે. શહેરીજનો બંને દિવસ ધામધૂમથી ઉજવણી કરી શકે તે માટે આ રાહત આપવામાં આવી છે.