Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ભેંસલી ખાતે ફિલાટેક્સ યુથ ક્રિકેટ કપ ટુર્નામેન્ટનો શુભારંભ, ક્રિકેટ રસીકોની બહોળી હાજરી...

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જોલવા નજીક આવેલી ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે

X

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ભેંસલી ગામે આવેલ ડેલાવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા ફિલાટેક્સ યુથ ક્રિકેટ કપ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જોલવા નજીક આવેલી ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા ભેંસલી ગામ ખાતે આવેલ ડેલાવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફિલાટેક્સ યુથ ક્રિકેટ કપ ટુર્નામેન્ટનો BDCAના પ્રમુખ દુષ્યંત પટેલ અને કંપની પ્લાન્ટ હેડ વેણુ વ્યાસના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં દહેજ ઔધોગિક વિસ્તારમાં આવેલી 12 જેટલી કંપનીઓના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે BDCAના પ્રમુખ દુષ્યંત પટેલે દરેક ટીમના ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી ખેલદિલીથી ટુર્નામેન્ટ રમવા જણાવ્યુ હતુ. આ પ્રસંગે ફિલાટેક્સ કંપનીના પ્લાન્ટ હેડ વેણુ વ્યાસ, ટોયો ઇન્ક કંપનીના HR હેડ વિરેન્દ્ર રાજપુત, ફિલાટેક્સ કંપની પ્લાન્ટના તમામ HOD સહિત મોટી સંખ્યામાં ક્રિકેટ રસીકોએ હાજરી આપી હતી.

Next Story