Connect Gujarat
અમદાવાદ 

AMCનો મોટો નિર્ણય, મુસાફરોની સુવિધા માટે માર્ચ સુધીમાં AMTSની 100 AC બસ દોડાવાશે

AMCનો મોટો નિર્ણય, મુસાફરોની સુવિધા માટે માર્ચ સુધીમાં AMTSની 100 AC બસ દોડાવાશે
X

અમદાવાદ શહેરની લાઇફલાઇન ગણાતી અમદાવાદ મ્યુનિસપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ) એસી બસ શરૂ કરશે. મળતી જાણકારી અનુસાર, એએમસીએ નિર્ણય કર્યો હતો કે નવા વર્ષથી એટલે કે આગામી જાન્યુઆરી 2024થી એએમટીએસના મુસાફરો માટે પણ એસી બસની સુવિધા શરૂ કરાશે.

એએમસી તરફથી એસી બસ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અનુસાર પ્રથમ 25 બસ જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. જ્યારે બાકીની બસો તબક્કાવાર માર્ચ મહિના સુધીમાં શરૂ કરાશે. હાલ તો AMCએ 100 એસી AMTS બસો દોડાવવાનો નિર્ણય છે. AMTS તરફથી પ્રાયોગિક ધોરણે 100 એસી બસ દોડાવશે. જેમાં જે-તે રૂટના પેસેન્જરની સંખ્યાને ધ્યાનમાં રાખી બસ દોડાવવામાં આવશે. એટલે કે હવે BRTSની જેમ AMTSના મુસાફરો પણ AC બસમાં મુસાફરી કરી શકશે.

Next Story