અમદાવાદમાં કોરોનાના કેસમા થયો વધારો, એક્ટિવ કેસની સંખ્યા 35 પર પહોંચી

New Update
અમદાવાદમાં કોરોનાના કેસમા થયો વધારો, એક્ટિવ કેસની સંખ્યા 35 પર પહોંચી

અમદાવાદમાં કોરોનાના વધુ 5 કેસ સામે આવ્યા છે. શહેરના બોડકદેવ, નારણપુરા, ખાડિયા અને દરિયાપુરમાં પોઝિટિવ કેસ નોંધાયા છે. પાંચ કેસમાંથી બે પુરુષ અને ત્રણ મહિલા સંક્રમિત થયાં છે. બે દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી બેંગલુરુની નીકળી છે.અમદાવાદમાં અત્યાર સુધીમાં એક્ટિવ કેસની સંખ્યા 35 પર પહોંચી છે, જેમાં બે દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 33 દર્દી હોમ આઈસોલેશન હેઠળ છે.

હવે ડોક્ટરો પણ લોકોને કોરોના વિશે ચેતવણી આપી રહ્યા છે. આ જ કારણ છે કે લોકોના ચહેરા પર માસ્ક ફરી દેખાવા લાગ્યા છે. કારણ કે કોવિડનું નવો સબ-વેરિયન્ટ JN.1 છે, જેના કેસ વધી રહ્યા છે, પરંતુ આનાથી ડરવાને બદલે લોકોએ સાવચેત અને સતર્ક રહેવાની જરૂર છે. આ તરફ ગાંધીનગર આઈઆઈટીમાં પણ કોરોનાની એંટ્રી થઈ છે અને 2 પ્રોફેસરો કોરોના સંક્રમિત થયા છે.

Latest Stories