/connect-gujarat/media/media_files/8qT4yUnsQO33QTjAhFu2.jpg)
અમદાવાદમાં ઓડિશાથી ટ્રક મારફતે ગાંજો ઘુસેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, વટવા GIDCમાં આ ગાંજાની ડિલિવરી થાય તે પહેલાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સાત આરોપીઓની ધરપકડ કરી હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અધિકારીઓએ બાતમીને આધારે વટવા GIDC ફેઝ-4 માં આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડીને 42 લાખ રૂપિયાની કિંમતના 200 કિલો ગાંજા સાથે બે મુખ્ય આરોપીઓ સહિત સાત લોકોની ધરપકડ કરી છે. ઓડિશાના ગંજામ જિલ્લામાંથી ગાંજાનો જથ્થો લાવીને અમદાવાદથી ગુજરાતના વિવિધ શહેરોમાં સપ્લાય કરવાનો હતો. ઓડિશાથી 1100 કિલો ગાંજો લાવવામાં આવ્યો હતો. જે અલગ અલગ રાજ્યમાં સપ્લાય કર્યા બાદ 200 કિલો ગાંજો ગુજરાત લવાયો હોવાની વિગતો પણ બહાર આવી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પ્રાથમિક પુછપરછમાં ઝડપાયેલા આરોપીઓના નામ મણીગદન મુદ્દલીયાર, કુમાર અરૂણ પાંડે, સંજય શાહુ, સુશાંત ગૌડા, અજય તુફાન સ્વાઇન, લાબા ગૌડા અને સંદીપ શાહુ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાંથી પાંચ આરોપી ઓડીશા અને બે આરોપી અમદાવાદના રહેવાસી જાણવા મળ્યું હતું.