ધંધુકા બગોદરા રોડ હરિપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત, બે બાળકો સહિત પાંચ વ્યકિતઓના મોત

ટ્રક અને કાર સામસામે ધડાકાભેર અથડાતાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર

New Update
ધંધુકા બગોદરા રોડ હરિપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત, બે બાળકો સહિત પાંચ વ્યકિતઓના મોત

ટ્રક અને કાર સામસામે ધડાકાભેર અથડાતાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર

ધંધુકા બગોદરા રોડ હરીપુરા ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માતમાં બે બાળકો સહિત પાંચ વ્યકિતઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેમાં ટ્રક અને કાર સામસામે ધડાકાભેર અથડાતાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ટ્રક અને કાર સામસામે ધડાકાભેર અથડાયા

અકસ્માત ઝોનમાં આવતા ધંધુકા બગોદરા રોડ હરિપુરા પાટિયા પાસે ટ્રક અને કાર સામસામે ધડાકાભેર અથડાતાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે..મોતને ભેટેલા તમામ મૃતકો ધંધુકા તાલુકાના ઝિઝર ગામના વતની હોવાનું સામે આવ્યું છે.

આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં ફેદરા 108 એમ્બ્યુલન્સ વાન તાકીદે ઘટના સ્થળે દોડી ગઇ હતી.

એક જ પરિવારના પાંચ સભ્યોના મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર

જ્યારે પોલિસે પણ તાકીદે બનાવના સ્થળે દોડી જઇ તમામ મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Latest Stories