Connect Gujarat
અમદાવાદ 

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રૂ. 9800 કરોડથી વધુના MOU સંપન્ન…

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રૂ. 9800 કરોડથી વધુના MOU સંપન્ન…
X

ગુજરાતમાં 11 હજાર સૂચિત રોજગારીની તકો ઊભી થશે

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રૂ. 9,800 કરોડના MOU સંપન્ન

વડોદરા, અમદાવાદ, ભરૂચ, સુરતમાં સ્થપાશે નવા ઉદ્યોગો

રાજ્ય સરકારે રાજ્યમાં ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના ગત ઓક્ટોબર-2022થી જાહેર કરી છે. આ યોજના હેઠળ રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગો શરૂ કરવા રોકાણો માટેના 18 જેટલા MOU પણ થયા છે, ત્યારે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં રૂપિયા 9,800 કરોડથી વધુના MOU સંપન્ન કરવામાં આવ્યા હતા.

આ MOU અંતર્ગત શરૂ થનાર ઉદ્યોગોથી 11 હજાર જેટલી સૂચિત રોજગારીની તકો ઊભી થશે. જેમાં રાજ્યના વડોદરામાં 3, અમદાવાદના ભાયલામાં 2 અને સાણંદમાં 2 ઉદ્યોગો શરૂ કારવા રાજ્ય સરકાર કટિબદ્ધ થઈ છે. એટલું જ નહીં, ભરૂચ જિલ્લાના દહેજ, સાયખા અને પાલેજમાં પણ 4 ઉદ્યોગો શરૂ કરવામાં આવનાર છે. તો સુરત જિલ્લાના પલાસાણા અને સચિનમાં વધુ 2 ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત કચ્છમાં 1 અને સાબરકાંઠાના હિમંતનગરમાં 2 ઉદ્યોગો શરુ થશે.


Next Story