રાજ્યમાં ધીમી ધારે વરસાદની હેલી, અમદાવાદમા પવન સાથે વરસાદની આગાહી.

રાજ્યમાં ચોમાસાની આગાહીના પગલે ઠેર-ઠેર વરસાદી માહોલ જામ્યો છે.મેઘરાજાએ અનેક તાલુકાઓમાં પોતાની બેટિંગ શરૂ કરી દીધી છે.

New Update

રાજ્યમાં ચોમાસાની આગાહીના પગલે ઠેર-ઠેર વરસાદી માહોલ જામ્યો છે.મેઘરાજાએ અનેક તાલુકાઓમાં પોતાની બેટિંગ શરૂ કરી દીધી છે. હવામાન વિભાગ અનુસાર આગળ પણ વરસાદી માહોલ યથાવત રહેશે.

રાજ્યમાં ચોમાસાએ પોતાની દસ્તક દઈ દીધી છે. ચોમાસુ હવે બરાબરનું જામ્યું છે  અને મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. રાજ્યમાં ગઈ કાલે પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે અમદાવાદમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 84 તાલુકાઓમાં મેઘો થયો મહેરબાન થયો હતો. જેમાં  સૌથી વધુ ટંકારામાં સવા 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.આ ઉપરાંત આજે રાજ્યના 10 થી વધુ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. આજે પાટણ, અમરેલી તેમજ જૂનાગઢમાં વંથલીમાં વરસાદ વરસ્યો છે. તો ગઈ કાલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.

જેમાં સૌથી વધુ મોરબીના ટંકારામાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ દરમિયાન ક્યાંક ભારે વરસાદની તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ તરફ વાત કરીયે તો ટંકારામાં  સવા 4 ઈંચ, કોડીનારમાં સવા 3 ઈંચ, જૂનાગઢમાં 3 ઈંચ, તો દાંતામાં સવા 2 ઈંચ વરસાદ નોંધાયો છે બીજી બાજુ જેતપુરમાં પણ 2 ઈંચ, સુત્રાપાડામાં પોણા 2 ઈંચ, કાલાવડમાં પોણા 2 ઈંચ, મેંદરડામાં પોણા 2 ઈંચ, વેરાવળમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.તો વાંકાનેરમાં સવા ઈંચ, ઈડરમાં સવા ઈંચ, ઉમરપાડામાં સવા ઈંચ, મોરવા હડફમાં સવા ઈંચ, માંગરોળમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. હળવદમાં 1 ઈંચ, ડભોઈમાં 1 ઈંચ, છોટા ઉદેપુરમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે અને આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. વરસાદના પગલે લોકોએ ગરમીથી રાહત મેળવી હતી તો ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. 

#Rainfall Gujarat #Heavy Rain Fall Forecast #Rainfal Update
Here are a few more articles:
Read the Next Article