ડૉ વૈશાલી આપઘાત કેસમાં હાઇકોર્ટે PI ખાચરની જામીન અરજી ફગાવી

પોલીસે જપ્ત કરેલી સ્યુસાઈડ નોટ સાચી હોવાનો પણ ખુલાસો થયો

New Update
ડૉ વૈશાલી આપઘાત કેસમાં હાઇકોર્ટે PI ખાચરની જામીન અરજી ફગાવી

અમદાવાદમાં ડોક્ટર વૈશાલી જોશીના આપઘાત કેસમાં હવે આરોપી PI બી.કે. ખાચરની મુશ્કેલી વધી શકે છે. આર્થિક નિવારણ શાખાના PI બી.કે.ખાચરને હાઈકોર્ટનો ઝટકો મળ્યો છે. તેની આગોતરા જામીનની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે કોર્ટના આદેશ બાદ તપાસનીશ અધિકારી કોર્ટમાં હાજર રહ્યા હતાં. 

તપાસનીશ અધિકારીએ કેરેલી કાર્યવાહીની માહિતી આપી હતી. જમાં જણાવ્યું હતું કે, મૃતક અને આરોપી અવાર-નવાર સંપર્કમાં આવતા હતા. આત્મહત્યા કેસને લઈ પોલીસની તપાસ હજુ ચાલુ છે. પોલીસે જપ્ત કરેલી સ્યુસાઈડ નોટ સાચી હોવાનો પણ ખુલાસો થયો છે. સુસાઈડ નોટમાં વૈશાલીએ PI ખાચરને જવાબદાર ગણાવ્યા હતાઅને મારી અંતિમ વિધિ PI ખાચર કરે તેવો પણ સુસાઈડ નોટમાં ઉલ્લેખ હતો.

Latest Stories